યુક્રેન પર રશિયાના હુમલા અંગે પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન પર અમેરિકાએ દબાણ વધારતા અમેરિકન કોંગ્રેસે ગુરુવારે મોસ્કો સાથેના વ્યાપારિક સંબંધોનો અંત લાવવા અને રશિયન તેલ પરના પ્રતિબંધને જાળવી રાખવા માટે મત આપ્યો છે.
જે કાયદો રશિયાના સાથી બેલારુસને પણ લાગુ પડે છે અને પ્રેસિડેન્ટ જો બિડેનને આયાત પર વધુ કર લાદવા માટે સક્ષમ બનાવે છે, તેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા મંજૂર કરવામાં આવે તે અગાઉ સેનેટમાં સર્વસંમતિથી પસાર થયો હતો.
બિડેને ગયા મહિને એક સંબોધનમાં રશિયા વિરુદ્ધના પગલાંની જાહેરાત કરી હતી અને દલીલ કરી હતી કે રશિયાએ તેના ભૂતપૂર્વ સોવિયત પાડોશી દેશમાં હિંસાચાર માટે ‘કિંમત ચૂકવવી પડશે’, જ્યાં તેણે અત્યાચાર કરવાના આરોપોને ફગાવ્યા છે.
સેનેટ મેજોરિટી લીડર ચુક શૂમરે જણાવ્યું હતું કે, ‘પુતિન યુક્રેન સામે જે ઘૃણાસ્પદ, અધમ યુદ્ધ ગુનાઓ કરી રહ્યા છે તેના માટે તે સંપૂર્ણપણે જવાબદાર હોવા જોઈએ, અમે તે દેશમાંથી બહાર આવતી તસવીરો જોઈ છે, તેઓ માત્રને માત્ર દુષ્ટ છે.’
‘તે આપણને માનવીય ઇતિહાસની સૌથી ખરાબ ક્ષણોની યાદ અપાવે છે, જેના માટે દુષ્ટ પુતિન જવાબદાર છે, ઠંડા કલેજે સેંકડો નાગરિકોની હત્યા કરવામાં આવી છે.’
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો મુખ્ય સિદ્ધાંત, અને કથિત સૌથી પસંદગી રાષ્ટ્રનો દરજ્જો, જે અમેરિકામાં પરમેનન્ટ નોર્મલ ટ્રેડ રીલેશન્સ (PNTR) તરીકે ઓળખાય છે, તેના માટે દેશોએ એકબીજાને સમાન કર અને નિયમનકારી વ્યવહારની ખાતરી આપવી આવશ્યક છે.
આ વ્યાપારિક મંજૂરીમાં દરેક ડેમોક્રેટ સભ્યો બિલના સમર્થનમાં હતા અને અને માત્ર ત્રણ રિપબ્લિકને મત આપ્યો નહોતો. જે મુખ્યત્વે બાકીના વિશ્વ સાથે મોસ્કોના આર્થિક અને નાણાકીય સંબંધોને તોડી નાખવાના ઉદે્શથી ઘણા તબક્કામાં વિવિધ પગલાંને આવરી લેવામાં આવ્યા છે.
જેમાં તેમણે રશિયાથી તેલની આયાત પર પ્રતિબંધ મૂકવાનો સમાવેશ કર્યો છે, જેને બિડેને અગાઉથી જ ખાસ જાહેરનામા દ્વારા અમલમાં મૂક્યો છે – આ ઉપરાંત તેમાં પુતિન સાથે જોડાયેલા બિલિયોનેર્સની સંપત્તિ જપ્ત કરીને અને રાષ્ટ્રની રોકડના ભંડારને સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે. આ તમામ પગલા એક સાથે ભરાતા મોસ્કો આર્થિક મુશ્કેલીમાં મુકાયું છે.