ભારત સરકારની ઉડાન યોજના હેઠળ ગુજરાતના મોટા શહેરો વચ્ચે ફ્લાઇટ સર્વિસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે પૈકી કેટલાક શહેરોમાં આ સર્વિસને મુસાફરોના અભાવે બંધ કરવી પડી છે. ગુજરાતમાં કેન્દ્ર સરકારની ઉડાન યોજના અમલમાં મૂકાઇ છે જેના પગલે અમદાવાદથી જામનગર, પોરબંદર, કંડલા, જલગાંવ, ઉદયપુર, બેલગાંવ, કિશનગઢ અને હુબલી, ઉપરાંત સુરતથી કિસનગઢ, જેસલમેર, કિશનગઢ વચ્ચે ફ્લાઇટ શરૂ થઇ હતી.
જોકે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતના ચાર શહેરો વચ્ચે વિમાની સેવાઓ બંધ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી જામનગર, મુંદ્રા, ભાવનગર અને દિવ વચ્ચેની ફ્લાઇટ બંધ કરાઇ હતી. આ ચારેય શહેરો વચ્ચેની વિમાની સેવાઓ શરૂ કરાઇ પણ પર્યાપ્ત મુસાફરો ન મળતા એરલાઇન કંપનીઓને નુકસાન થતું હતું.