(PTI23-08-2020_000042B)

ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 85.3 ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં 87.3 ટકા લોકો હેલ્થ કવર ન ધરાવતા હોવાનો નમુનો સ્ટેટીસ્ટીક ઓફીસ (એનએસઓ)ના વર્ષ 2017-18ના સર્વે રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હાલમાં રાજયમાં કોરોનાનો કહેર મચ્યો છે અને સુરત અને અમદાવાદમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ મળી રહ્યા છે અને લોકો ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી રહ્યા છે ત્યારે હેલ્થ કવરે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

શહેરી વિસ્તારમાં 4.5 ટકા ગવર્નમેન્ટ સ્પોન્સર્ડ સ્કીમનો લાભ લે છે, જયારે 3.5 ટકા નોકરીયાતોને હેલ્થ કવર ઉપલબ્ધ છે. માત્ર 7.1 ટકાએ વીમા કંપનીઓ પાસેથી હેલ્થ પોલીસી મેળવી છે. જયારે ગુજરાતમાં ગ્રામ્યમાં 11.2 ટકા લોકો સરકારી યોજનાઓનો લાભ મેળવે છે. આંકડાકીય માહિતી મુજબ રાજયમાં શહેરી વિસ્તારમાં 70.3 ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં 53.6 ટકા ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાને પસંદ કરે છે.

દેશના પાંચ મોટા રાજયો પૈકી ગુજરાત પાંચમું રાજય છે જેમાં શહેરી વિસ્તારમાં 70.3 ટકા ખાનગી હોસ્પીટલમાં 31.1 ટકા, સરકારી હોસ્પીટલો અને 7.3 ટકા ચેરીટી-ટ્રસ્ટની હોસ્પિટલોમાં સારવાર લેવાનું પસંદ કરે છે. અમદાવાદ હોસ્પીટલ્સ એન્ડ નર્સીંગ હોમ્સ એસોસીએશનના પ્રમુખ ડો. ભરત ગઢવી જણાવે છે કે છેલ્લા 5 વર્ષમાં આરોગ્ય વીમો ધરાવતા દર્દીઓમાં વધારો નથી થયો.