ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે મંગળવારે પાર્ટી કાર્યાલય શ્રી કમલમ ખાતે કોંગ્રેસનાં સિનિયર અને આદિવાસી સમાજનાં નેતા નારણભાઇ રાઠવા, તેમનાં પુત્ર સંગ્રામ રાઠવા, સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ અને સામાજિક આગેવાનઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. @CRPaatil

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો હતો. મંગળવારે પાર્ટીના ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નારણ રાઠવા તેમના પુત્ર અને મોટી સંખ્યામાં પાર્ટી સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતાં. ગુજરાત બીજેપીના વડા સીઆર પાટીલે ગાંધીનગરમાં પાર્ટીના હેડક્વાર્ટર ‘કમલમ’ ખાતે રાઠવા અને અન્ય લોકોને પાર્ટીમાં સામેલ કર્યા હતાં.

ગુજરાતના છોટા ઉદેપુરના આદિવાસી નેતા રાઠવાનો રાજ્યસભાના સભ્ય તરીકેનો કાર્યકાળ આ વર્ષે એપ્રિલમાં પૂરો થશે. તેઓ પાંચ વખત લોકસભામાં ચૂંટાયા હતાં. પ્રથમ 1989માં અને તે પછી 1991, 1996, 1998 અને 2004માં લોકસભાના સભ્ય હતા. રાઠવા 2004માં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારમાં રેલ્વે રાજ્ય પ્રધાન હતાં અને 2009ની લોકસભા ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર રામસિંહ સામે હારી ગયાં હતાં.

નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અનુસૂચિત જનજાતિ (ST) માટેની અનામત બેઠક છોટા ઉદેપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડ્યાં હતા, પરંતુ હારી ગયા હતા. તેઓ તેમના પિતા સાથે એક કાર્યક્રમમાં ભાજપમાં જોડાયા હતા.

LEAVE A REPLY

nineteen + 7 =