કોરોના વાઇરસ ફેલાવાને મામલે ગુજરાતે જાણે દોટ મૂકી છે.ગુજરાતમાં રવિવારે કોરોનાવાઇરસનાં સંક્રમણનાં નવા 230 કેસ નોંધાયા.રાજ્યનાં આરોગ્ય ખાતાએ જણાવ્યા અનુસારછેલ્લા 24 કલાકમાં 18 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 151 થઇ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગથી નવ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે.શક્ય છે કે જે રાજ્યોમાં સંક્રમણ વધી રહ્યું છે ત્યાં લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લેવાય.

ગુજરાત રાજ્યનાં આરોગ્ય વિભાગનાં એક અધિકારીએ ટકોર કરી હતી કે ગુજરાતની વસ્તી ઇટાલી, ફ્રાંસ અને સ્પેઇનની વસ્તીની આસપાસ જ છે છતા પણ પહેલો કેસ નોંધાયાનાં 35 દિવસ બદા રાજ્યમાં આ ત્રણેય દેશોની સરખામણીએ ઓછા કેસિઝ છે.જયંતી રવીને મતે લૉકડાઉન અને વિદેશથી આવતા નાગરિકો પર પ્રતિબંધ મૂકવાને કારણે સંક્રમણની ગતિ અટકાવી શકાઇ છે.

ગુજરાતમાં અત્યારે 3301 કેસિઝ છે જ્યારે સૌથી વધુ કેસિઝ ધરાવતા યુરોપિય દેશોમાં આ આંકડા અડધો લાખથી વધુ હતા.દિલ્હી સરકાર પોતાના રાજ્યમાં લૉકડાઉન 16મી મે સુધી લંબાવવા માગે છે તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ અને ઓરિસ્સાએ પણ લૉકડાઉન લંબાવવાનો ઇશારો કર્યો હતો. ગુજરાત, આંધ્રપ્રદેશ, તમીલનાડુ, હરિયાણા, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ કેન્દ્ર સરકારનાં મત અનુસાર લૉકડાઉનની અવધી નક્કી કરશે તેમ જણાવાયું છે.