America's fight against racial discrimination reaches Canada

વોશિંગ્ટનના દક્ષિણ સિએટલમાં આવેલા એક ગુરુદ્વારામાં તોડફોડની ઘટના સામે આવતા સ્ટેટ પોલીસ આ કૃત્ય કરનારને શોધી રહી છે. સમાચાર સૂત્રોના રીપોર્ટ મુજબ આ ઘટનાની તપાસ હેઇટ ક્રાઇમની આશંકાએ કરવામાં આવી રહી છે.
ફેડરલ વેમાં ખાલસા ગુરમત સેન્ટરમાં 17 સપ્ટેમ્બરના રોજ થયેલી તોડફોડ દરમિયાન ઘણાના નાના ઇલેકટ્રોનિક સાધનોની ઉઠાંતરી કરવામાં આવી હતી.
આ બિલ્ડિંગનો ઉપયોગ સ્થાનિક શીખ રહેવાસીઓ દ્વારા ધાર્મિક, શૈક્ષણિક અને સમાજસેવાઓ માટે કરવામાં આવતો હતો. કોમો ટીવના રીપોર્ટ મુજબ સીસીટીવીમાં એક શંકાસ્પદ શખ્સ સેન્ટરના મુખ્ય હોલ અને પ્રાર્થના કરવાના વિસ્તારમાં તોડફોડ કરતો જોવા મળ્યો હતો. આ ઘટના ઘટી ત્યારે સેન્ટરમાં કોઇ વ્યક્તિ હાજર નહોતી. ફેડરલ વે પોલીસ ડીપાર્ટમેન્ટ કમાન્ડર કુર્ટ સ્કવાને જણાવ્યું હતું કે, આ ઘટના હેઇટ ક્રાઇમ સંબંધિત છે કે નહીં તે તપાસકર્તાઓ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શીખ કોલિશનના એક નિવેદન મુજબ સેન્ટરમાં આ નુકસાનની જાણ થતાં સમૂદાયના અગ્રણીઓએ તાત્કાલિક ફેડરલ વે પોલીસ ડીપાર્ટમેન્ટને ફોરેન્સિક તપાસ કરવા જણાવ્યું હતું.
વોશિંગ્ટન શીખ સમૂદાયના અગ્રણી ડો. જસમિત સિંઘે જણાવ્યું હતું કે, અમે જ્યાં પૂજા કરીએ છીએ અને જે સ્થળે અમારા બાળકો અભ્યાસ કરે છે ત્યાં નુકસાનથી અમને ખૂબ જ દુઃખ થયું છે. શીખ સમૂદાય પેઢીઓથી વોશિંગ્ટનની સંસ્કૃતિ અને અર્થતંત્રનો મહત્ત્વનો હિસ્સો છે અને અમારા ગુરુદ્વારાઓમાં જ્યાં અમે એક સમૂદાય તરીકે એકત્ર થઇએ છીએ. આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવા બદલ અમે સ્થાનિક પોલીસનો આભાર માનીએ છીએ.