સ્પેનમાં વર્ષ 2010થી ગર્ભપાત અંગેના કાયદાઓમાં છૂટછાટો આપવામાં આવી છે. અગાઉના વર્ષોમાં, અહીં મહિલાઓને માત્ર અસાધારણ સંજોગોમાં ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવામાં આવતી, પરંતુ નવા કાયદાઓ મુજબ તમામ મહિલાઓને ગર્ભાવસ્થાના પ્રથમ 14 અઠવાડિયામાં, પ્રતિબંધ વગર ગર્ભપાત કરવાની મંજૂરી આપે છે. અહીં ઘણી મહિલાઓ આ અધિકારનો ઉપયોગ કરીને ગર્ભપાત કરાવે પણ છે. પરંતુ કેટલીક મહિલા ડોક્ટર એવી પણ છે, જે ગર્ભપાત કરવાની સ્પષ્ટ ના કહે છે. આવા ગાયનેકોલોજિસ્ટ્સનું કહેવું છે કે, તેઓ મહિલાઓના ગર્ભપાતના અધિકારનું સન્માન કરે છે, કોઇ પણ મહિલા એવો નિર્ણય લઇ શકે છે જે તેમના માટે શ્રેષ્ઠ અને યોગ્ય હોય. સાથે જ મહિલા ડોકટરોનો એ પણ અધિકાર છે કે તે ગર્ભપાત માટે ઇન્કાર કરી શકે છે.
નોર્થઇસ્ટ સ્પેનના યુનિવર્સિટી ક્લિનિક હોસ્પિટલ ઓફ ઝારાગોઝાના ડો. મર્સિડીસ સોબ્રેવેલાએ જણાવ્યું હતું કે, તેઓ ગર્ભપાત કરતા નથી. અમે ડોક્ટર છીએ. અમે લોકો સારું જીવન જીવવા માટે જરૂરી મેડિકલ સગવડો ઉપલબ્ધ કરાવીએ છીએ. અમે એક ડોક્ટર તરીકે એ નિર્ણય નથી લઇ શકતા કે કોણે જીવવાનું છે અને કોણે મરવાનું છે.
વિશ્વના અન્ય દેશોમાં પણ ગર્ભપાત અંગે ચર્ચા શરૂ થઇ ચૂકી છે. જ્યારે અમેરિકાના ટેક્સાસ અને મેક્સિકોમાં ગર્ભપાત કરવા અંગેની જુદી જુદી ચર્ચાને ઉત્તેજન મળ્યું છે ત્યારે સ્પેનની સ્થિતિ આવા સમયે અન્ય દેશોની પ્રતિક્ષા કરી શકે છે.
ટેક્સાસમાં કન્ઝર્વેટિવ લોમેર્કર્સે ગર્ભપાત પર પ્રતિબંધ લાદ્યો છે, જ્યારે સરહદની બીજી તરફ મેક્સિકોની સુપ્રીમ કોર્ટે ત્યાં ગર્ભપાતને બિનગુનાઇત ગણવાનો આ મહિને ચૂકાદો આપ્યો છે.
જોકે, મેક્સિકોમાં એ અનિશ્ચિતતા પ્રવર્તે છે કે, શું ડોક્ટર્સ આ સર્વિસ આપશે કે નહીં, આ પ્રશ્નનો જવાબ સ્પેનમાં અનેક ડોક્ટર્સ અગાઉ જ આપી ચૂક્યા છે.
તેઓ પોતાને ‘નૈતિક વાંધો ઉઠાવનાર’ કહે છે, જે શાંતિના ચાહકો દ્વારા બનાવવામાં આવેલો શબ્દ છે, જેમણે મિલિટરી સર્વિસ લેવાનો ઇન્કાર કર્યો હતો અને તેમણે યુદ્ધમાં ન જવાની નૈતિક ફરજનો દાવો કર્યો હતો. તેમની જેમ, સ્પેનના ઘણા ડોકટર્સ કહે છે કે ગર્ભપાત કરવાથી કોઈ નુકસાન નહીં કરવાના તેમના શપથનું ઉલ્લંઘન થશે – તે એક પ્રતિજ્ઞા, તેઓ કહે છે કે તે ભૃણ સુધી વિસ્તારીત છે.
ઝારાગોઝાના અન્ય ગાયનેકોલોજિસ્ટ ડો. મારિયા જીસસ બાર્કોએ પણ ગર્ભપાત અંગે વાંધો ઉઠાવ્યો છે, તેઓ કહે છે કે, ‘જો તમે એમ માનો છો કે ગર્ભપાત યોગ્ય છે કે નહીં, તો તે એક બાબત છે, દરેક વ્યક્તિના પોતાના માપદંડ હોય છે. જો મારે તે કરવું હોય તો તે બીજી અલગ બાબત છે.’
ઇટાલી જેવા અન્ય દેશોમાં નૈતિક રીતે વાંધો ઉભો થયો છે, જ્યાં તેનો હોસ્પિટલોમાં કામ કરતા ડોકટર્સ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેઓ મોટી સંખ્યામાં ગર્ભપાત કરતા નથી. અને આર્જેન્ટિનામાં તો ત્યાં ગયા વર્ષે પસાર થયેલા ગર્ભપાત કાયદાને ઉદાર બનાવવાના મર્યાદિત પ્રયાસો થયા છે.
સરકારના તાજેતરના જ છેલ્લા આંકડા અનુસાર, સ્પેનના 17માંથી રાજ્યકક્ષાના પાંચ સ્વતંત્ર પ્રદેશોમાં કોઈપણ જાહેર હોસ્પિટલ ગર્ભપાત કરતી નથી. મહિલાઓને હજુ પણ સબસિડીવાળા ખાનગી ક્લિનિકમાં ગર્ભપાત કરાવવો પડે છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં, તેમને તે કરાવવા માટે ફરજિયાત અન્ય રાજ્યમાં જવું પડે છે.
યુરોપ એબોર્શન એક્સેસ પ્રોજેક્ટ સાથે જોડાયેલા ઇટાલિયન સંશોધક સિલ્વિયા દે ઝોર્દો, જે ગર્ભપાત માટે અવરોધજનક બાબતોનો અભ્યાસ કરે છે, તેમણે જણાવ્યું હતું કે ગર્ભપાત અધિકારોનો બચાવ કરતા ઘણા જૂના ફીઝિશિયન્સે ગુપ્ત ગર્ભપાતોના પરિણામો જોયા બાદ કાયદાકીય ચર્ચામાં ભાગ લીધા પછી તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. પરંતુ તેમાંથી ઘણા ડોકટરો નિવૃત્ત થઇ ગયા છે. નવી પેઢીઓ પાસે જરાપણ આ અનુભવ કે યાદ નથી.