Order of scientific study of Shivling found in Gnanavapi Masjid
(PTI Photo)

જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા કથિત શિવલિંગનું કાર્બન ડેટિંગ જેવી વૈજ્ઞાનિક તપાસ કરવાની હિન્દુ પક્ષની માગને વારાણસીની કોર્ટે 14 ઓક્ટોબરે ફગાવી દીધી હતી. આ શિવલિંગ એક ફુવારો હોવાનો મુસ્લિમ પક્ષ દાવો કરી રહ્યો છે અને તેની તપાસનો વિરોધ કરે છે. હિન્દુ પક્ષે કથિત શિવલિંગની વૈજ્ઞાનિક તપાસ કરવાની માગણી કરી હતી. આ પદ્ધતિથી અવશેષ કેટલા વર્ષ જૂનો છે તેનો ચોક્કસ અંદાજ મળી શકે છે.

વારાણસી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં હિન્દુ પક્ષે જાહેરાત કરી હતી. વારાણસી કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ એ કે વિશ્વેશાએ જણાવ્યું હતું કે, આ કેસમાં કોઈ સાયન્ટિફિક ઈન્વેસ્ટિગેશનને મંજૂરી આપી ના શકાય.

કાર્બન ડેટિંગ જેવા સર્વેક્ષણ એ મસ્જિદની અંદર “શિવલિંગ” ના સ્થાનને સીલ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન હશે. ઉપરાંત, આ માળખાને કોઈપણ નુકસાન “શિવલિંગ” ના રક્ષણ માટેના સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરશે.
કોર્ટ શિવલિંગના કાર્બન ડેટિંગ મામલે મહત્વનો ચુકાદો આપવાની હોવાથી પોલીસનો બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. મસ્જિદ કમિટિ તરફથી એડવોકેટ અખલાક અહેમદ જ્યારે હિન્દુ પક્ષ તરફથી એડવોકેટ હરિ શંકર જૈન, વિષ્ણુ જૈન અને શિવમ ગૌર કોર્ટમાં હાજર રહ્યા હતા.

16 મેએ કોર્ટે નિમેલા કમિશને કરેલા સર્વેમાં મસ્જિદમાંથી કહેવાતા શિવલિંગના અવશેષ મળ્યા હતા. જે કેટલું જૂનું છે તે જાણવા માટે હિન્દુ પક્ષે તેનું કાર્બન ડેટિંગ કરવાની માગ કરી હતી. 1991માં સરકારે એક કાયદો પસાર કરીને 15 ઓગસ્ટ 1947 બાદના જે પણ ધાર્મિક સ્થળો છે તેમના કોઈપણ ફેરફાર કરવા પર મનાઈ ફરમાવી હતી. જે અનુસાર જ્યાં મસ્જિદ છે ત્યાં મસ્જિદ રહેશે અને જ્યાં મંદિર છે ત્યાં મંદિર રહેશે તેવું ઠરાવાયું હતું. જોકે, જ્ઞાનવાપી કેસમાં પિટિશનરોએ આ કાયદાની કેટલીક જોગવાઈઓને પડકારી છે, જેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 31 ઓક્ટોબર સુધીમાં પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે.

આ કેસમાં મુસ્લિમ પક્ષે એવી દલીલ કરી હતી કે મૂળ કેસ શૃંગાર ગૌરીની પૂજા કરવાનો હતો, તેમાં મસ્જિદના સ્ટ્રક્ચરને કશીય લેવાદેવા નથી. આ ઉપરાંત, તેની એવી પણ દલીલ હતી કે સુપ્રીમ કોર્ટે વારાણસી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ઓબ્જેક્ટને સેફ રાખવા કહ્યું છે, આ સ્થિતિમાં તેના પર કોઈ પરિક્ષણ ના થઈ શકે. જો તેનું કાર્બન ડેટિંગ કરાશે તો તે તૂટી શકે છે, અને આમ થયું તો સુપ્રીમના આદેશનો ભંગ થશે. બીજી તરફ હિન્દુ પક્ષની દલીલ હતી કે મસ્જિદના પ્રાંગણમાં થયેલા સર્વેની વિડીયોગ્રાફી થવી જોઈએ. કહેવાતું શિવલિંગ વઝુખાનામાંથી મળ્યું છે જ્યાં મુસ્લિમો નમાઝ પઢતા પહેલા પગ ધૂએ છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments