યુએસ H-1B વિઝા માટે રજીસ્ટ્રેશન 1 માર્ચથી શરૂ થશે અને 18 માર્ચ, 2022 સુધી ચાલુ રહેશે, યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ સિસ્ટમ (USCIS)એ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન અરજદારો અને પ્રતિનિધિઓ ઓનલાઇન H-1B નોંધણીનો ઉપયોગ કરીને તેમની રજીસ્ટ્રેશન પૂર્ણ કરી શકે છે.

પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, USCIS નાણાકીય વર્ષ 2023 માટે H-1B કેપ માટે સબમિટ કરવામાં આવેલ દરેક રજીસ્ટ્રેશન માટે કન્ફર્મેશન નંબર આપશે. આ નંબરનો ઉપયોગ માત્ર રજીસ્ટ્રેશનને ટ્રેક કરવા માટે કરવામાં આવશે પરંતુ તેનો ઉપયોગ ઓનલાઇન સ્ટેટ્સ ટ્રેક કરવા માટે કરી શકાશે નહીં.સાથે જ કહેવામાં આવ્યું છે કે, જો અમને પર્યાપ્ત નોંધણીઓ પ્રાપ્ત થશે, તો સંભવિત અરજદારોને 18 માર્ચ સુધીમાં રેન્ડમલી પસંદ કરવામાં આવશે અને પસંદગીની સૂચનાઓ તેમના myUSCIS ઓનલાઇન એકાઉન્ટ દ્વારા 31 માર્ચ સુધીમાં મોકલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે યુએસ કંપનીઓને ચોક્કસ હોદ્દા પર વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે.