પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતના લોકો એશિયા પેસિફિક વિસ્તારમાં પોતાના ઘરની સફાઈ સૌથી વધુ વખત કરે છે. ભારતમાં ત્રણમાંથી બે લોકો એક સપ્તાહમાં 5થી 7 વખત ઘરની સાફસફાઈ કરી છે. આ ઉપરાંત 46 ટકા ભારતીયોએ તેમની સાફસફાઇની સંખ્યામાં નોંધપાત્ર વઘારો કર્યો છે. આશરે 30,000 લોકોને આવરી લઇને કરવામાં આવેલા વૈશ્વિક સરવેમાં આ હકીકત બહાર આવી છે.

ટેકનોલોજી કંપની ડાયસનના સંશોધકો અભ્યાસમાં બહાર આવ્યું છે કે વૈશ્વિક સ્તરે 95 ટકા લોકો કોવિડ મહામારી સંબંધિત ચિંતાને કારણે ગયા વર્ષે સાફસફાઇ કરતાં હતા તેટલી વખત સાફસફાઈ કરે છે. જોકે વિશ્વના બીજા લોકોની સરખામણીમાં ભારતીયો આવા પ્રતિક્રિયાત્મક સફાઇદાર નથી. 3માંથી માત્ર એક વ્યક્તિ તેમના ફ્લોર પર ધૂળ જોઇને સાફસફાઈ કરવા પ્રેરાય છે. ડાયસનના માઇક્રોબાયોલોજીના રિસર્ચ સાયન્ટિસ્ટ મોનિકા સ્ટુકઝેને જણાવ્યું હતું કે ફ્લોર પર ધૂળ દેખાય ત્યારે જ લોકો સફાઈ કરે તો તે ચિંતાજનક છે, કારણ કે ધૂળના ઘણા નાના કણો ઘણીવાર દેખાતા પણ હોતા નથી. હકીકતમાં લોકોને ઘરમાં ધૂળ દેખાય ત્યાં સુધીમાં તેમાં ધૂળના જંતુઓ આવી જાય છે.

ડાયસન ગ્લોબલ ડસ્ટ સ્ટડી 2022માં ભારતના 1,019 સહિત 33 દેશોના 32,282 લોકોને આવરી લેવામાં આવ્યા હતા અને તે 15 મિનિટનો ઓનલાઇન સરવે હતો.

અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારતના 46 ટકા લોકોએ સાફસફાઇની સંખ્યામાં વધારો કર્યો છે. 3માંથી બે લોકો એક અઠવાડિયામાં 5થી 7 વખત સફાઈ કરે છે, જે એશિયા પેસિફિક વિસ્તારમાં સૌથી વધુ છે.

મુંબઈ સ્થિત પી ડી હિન્દુજા નેશનલ હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટરના કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ ડો. લેન્સેલોટ પિન્ટોએ જણાવ્યું હતું કે ભારતમાં આપણે વારંવાર સફાઈ કરીએ છે, પરંતુ સફાઇની પરંપરાગત પદ્ધતિ અસરકારક સફાઇ માટે પૂરતું નથી.

સરવેમાં જણાયું છે કે 29 લોકોને એ વાતનું આશ્ચર્ય થયું હતું કે સ્કીન ફ્લેક ઘરેલુ ધૂળનો એક ભાગ છે. 22 લોકો લોકોને એ અંગે જાણકારી ન હતી કે ધૂળના રજકણોમાં વાઇરસના અંશ હોય હોઇ શકે છે. આશરે 21 ટકા લોકોને ખબર ન હતી કે પાલતુ પ્રાણી સંબંધિત એનર્જી ઊભી કરતાં પેટ એલર્જન્સ ધૂળના રજકણોમાં હોઇ શકે છે. આ ઉપરાંત 35 ટકા ભારતીયો માને છે કે ઘરની ધૂળ મોટાભાગે માટી અને રેતીની હોય છે.

સંશોધકોએ જણાવ્યું હતું કે ધૂળમાં તેના ધૂળની જીવાત, બેક્ટેરિયા, નાના જંતુઓ અને બીજા અંશો હોય છે. મોટાભાગના લોકો આ બાબતની અવગણના કરે છે. 54 ટકા ભારતીયો તેમના ગાદલા વેક્યુમ ક્લિનરથી સાફ કરતા નથી. 72 ટકા લોકો તેમના પડદા સાફ છે તેવું માનીને તેને વેક્યુમ ક્લિનરથી સાફ કરતા નથી. સરવેમાં બહાર આવ્યું છે કે લોકો માને છે કે વેક્યુમ ક્લિનર્સ ઘરની ધૂળ સાફ કરવાનું સૌથી અસરકારક માધ્યમ છે, પરંતુ તેઓ સાવરણી, સુકા કપડા, ભીના કપડાથી જેવા સાધનોથી સફાઈ કરે છે.