પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

હોંગકોંગે 20 એપ્રિલથી બે સપ્તાહ માટે ભારત, પાકિસ્તાન અને ફિલિપાઇન્સમાંથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. એશિયાના ફાઇનાન્શિયલ સેન્ટરમાં પ્રથમ વખત કોરોના વાઇરસનો N501Y મ્યુટન્ટ મળ્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

સરકારે જણાવ્યું હતું કે આ ત્રણ દેશોને ખૂબ ઊંચું જોખમ ધરાવતા દેશો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. શહેરમાં રવિવારે કોરોના વાઇરસના નવા 30 કેસ નોંધાયા હતા, આમાંથી 29 લોકો બહારથી આવ્યા હતા. ભારત, પાકિસ્તાન અને ફિલિપાઇન્સના મુસાફરો પર હોંગકોંગના પ્રતિબંધથી કેથે પેસિફિક, હોંગકોંગ એરલાઇન્સ, વિસ્તારા સહિતની એરલાઇનને અસર થશે.