DISTRAUGHT: Seema Misra; and (right) Vipin Patel (Pic credit: Getty Images)
  • સરવર આલમ અને બર્ની ચૌધરી દ્વારા

પોસ્ટ ઓફિસ હોરાઇઝન કૌભાંડની વિનાશક અસરનો ભોગ બનેલા એશિયન સબ પોસ્ટમાસ્ટરોએ તેમના પરિવારો તેમજ તેમના સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતો પરના અન્યાયના કારણે થયેલી અસરો સામે વ્યાપક આક્રોશ વ્યક્ત કર્યો છે.

‘ગરવી ગુજરાત’ સાથેના ઈન્ટરવ્યુમાં, કેટલાક પોસ્ટ માસ્ટર્સે પોસ્ટ ઓફિસના બોસ દ્વારા તેમના પર મૂકાયેલા ચોરીના ખોટા આરોપ, તેમની સામે કરાયેલી કાર્યવાહી, જેલમાં ધકેલી દેવાયા હોવાનું અને સ્થાનિક સમુદાયો દ્વારા તેમને બહિષ્કૃત કરવામાં આવ્યા હોવા સહિત ભેદભાવપૂર્ણ અને જાતિવાદી વર્તણૂકની વરવી અસરોને યાદ કર્યા હતા.

ચોર કહીને તેમના બાળકોની સામે શેરીમાં હુમલો કરાયો હતો તે શાઝિયા સિદ્દીકે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે “મેં મારું પેન્શન, મારો આરોગ્ય વીમો, મારો જીવન વીમો, મારું ઘર, મારી સમજદારી, મારી પ્રતિષ્ઠા ગુમાવી દીધી હતી. મારા ગૌરવ અને પ્રતિષ્ઠાના નુકસાનની કિંમત કેવી રીતે મૂકી શકાય?”

તો સીમા મિશ્રા ગર્ભવતી હતી ત્યારે તેને જેલ કરાઇ હતી. તેણીએ પગમાં ટેગ પહેરીને તેના બીજા બાળકને જન્મ આપ્યો હતો અને તેને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર હોવાનું નિદાન થયું છે. તેણીએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે, આજદિન સુધી તેણીના પરિવારે જે વેદના સહન કરી છે તે માટે કોઈ પણ રકમ તેને વળતર આપી શકતી નથી. જ્યારે મને જેલમાં ધકેલવામાં આવી ત્યારે વેસ્ટ બાયફ્લીટના લોકોએ પતિ દવિન્દર પર હુમલો કર્યો હતો.’’

વિપિન પટેલના પુત્ર વર્ચાસનરાજ પેટેલે જણાવ્યું હતું કે ‘’પરિવારે નિવૃત્તિનો માળો બાંધવા માટે જે બચાવ્યું હતું તે બધું ગુમાવ્યું હતું. જ્યારે કૌભાંડ બહાર આવ્યું ત્યારે સ્થાનિક રહેવાસીઓએ મારા પિતાના નામ સાથેની રીથ તેમની પોસ્ટ ઓફિસની સામે મૂકીને ક્રોસ મૂક્યો હતો.’’

બર્કશાયરના સબ પોસ્ટ માસ્ટર હસમુખ શિંગાડિયા પર £16,000ની ચોરીનો આરોપ લાગ્યા બાદ તેમને આત્મહત્યાના વિચારો આવ્યા હતા.

ભોગ બનેલા આ સૌની ટિપ્પણીઓ વખાણાયેલી આઇટીવી શ્રેણી ‘મિસ્ટર બેટ્સ વિરૂધ્ધ ધ પોસ્ટ ઓફિસ’’ પછી આવી છે, જેમાં કેમ્પેઇનર એલન બેટ્સના પોતાના અને અન્ય સબ-પોસ્ટમાસ્ટર અને સબ-પોસ્ટમિસ્ટ્રેસ માટે ન્યાય મેળવવા માટેના 15-વર્ષના સંઘર્ષનું વર્ણન કરે છે. આ સીરીઝ 700થી વધુ સબ-પોસ્ટમાસ્ટર અને સબ-પોસ્ટમિસ્ટ્રેસની વાર્તા કહે છે જેમને ફુજિત્સુના ખામીયુક્ત હોરાઇઝન સોફ્ટવેરથી તેમની બ્રાન્ચીસમાં પૈસા ખૂટે છે એવો આરોપ મૂકી ગુનાહિત સજા આપવામાં આવી હતી.

65 વર્ષીય શિંગડિયાએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે “હું મારી પુત્રી માયા સાથે તે જોતો હતો ત્યારે અમે બંને રડી પડ્યા હતા. તે સમયે હું ખૂબ ગુસ્સે અને હતાશ હતો. જો હું જેલમાં જઈશ તો મારી પત્ની અને પુત્રીઓનું શું થશે તે વિચાર સાથે મારું માનસિક સ્વાસ્થ્ય નીચે જવા લાગ્યું. મેં આ બધું સમાપ્ત કરવા વિશે બે કે ત્રણ વાર વિચાર્યું હતું.’’

શિંગાડિયાને ઓક્સફર્ડ ક્રાઉન કોર્ટમાં આઠ મહિનાની સસ્પેન્ડેડ સજા, £2,000થી વધુ ખર્ચ ચૂકવવા અને 200 કલાકની સમુદાય સેવાનો આદેશ અપાયો હતો. 10 વર્ષની કાનૂની લડાઈ પછી, જુલાઈ 2021 માં તેની સજાને પલટી દેવામાં આવી હતી.

શાઝીયા સિદ્દીક પર ન્યૂકાસલ-અપોન-ટાઈનની વેસ્ટગેટ હિલ પોસ્ટ ઓફિસમાંથી £40,000ની ચોરી કરવાનો ખોટો આરોપ મૂકાયો હતો. તેણે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે ‘તેણીને પોસ્ટ ઓફિસના તપાસનીસ સ્ટીફન બ્રેડશો તરફથી ઇન્ટિમેટીંગ કોલ્સ કરાયા છે, જેમણે તેણીને એક વખત ‘બી ****’ કહ્યું હોવાનો દાવો કર્યો હતો. સિદ્દીક પર પોસ્ટ ઓફિસે ક્યારેય કાર્યવાહી કરાઇ ન હતી, પણ તેણીનું જીવન “નાશ” પામ્યું હતું.

તેણે કહ્યું હતું કે “મારે રાતોરાત શરણાર્થીની જેમ પતિથી બે બાળકો સાથે છૂટાછેડા લીધા હોવા છતાં પતિ પાસે ઓક્સફોર્ડશાયર જવું પડ્યું હતું. મને એશિયન સમુદાયમાંથી બહિષ્કૃત કરાઇ હતી.’’

વિજય પારેખે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે ‘’મેં બિઝનેસ ગુમાવવા સાથે 18 મહિનાની જેલની સજા મેળવી હતી અને હાર્ટ એટેક આવ્યો હતો. તો છ વર્ષ સુધી નોકરી મળી ન હતી. અમે 2006માં નોર્થ લંડનના વિલ્સડનમાં પોસ્ટ ઓફિસ સાથે ત્રણ માળની ઇમારત ખરીદી હતી. પ્રથમ ત્રણ વર્ષમાં નાની ખામીઓ જોઇ હતી પણ 2009માં ઓડિટરોએ જાહેર કર્યું હતું કે £70,000ની અછત છે. મિલકત મારી પુત્રી અને પુત્રના નામે ટ્રાન્સફર કરવાની હતી, અને તે માટે તેમમે £70,000 ચૂકવવા લોન લીધી હતી.”

તેમનો કેસ ક્રાઉન કોર્ટમાં જતાં તેમણે દોષી ન હોવાનું કહ્યું હતું. પરંતુ તેમને દોષિત હોવાનું કહેશે તો ઓછા આરોપનો સામનો કરવો પડશે એવી સલાહ અપાઇ હતી. પરંતુ જજે તેમને 18 મહિનાની જેલની સજા ફટકારી હતી. તેમણે વોર્મવુડ સ્ક્રબ્સ જેલમાં ત્રણ મહિના અને ફોર્ડ ઓપન જેલમાં વધુ ત્રણ મહિના પસાર કર્યા હતા. જેલમાં ગયાના માત્ર છ મહિનામાં તેમણે બિલ્ડિંગ ગુમાવ્યું હતું. 2021માં તેમની સજા રદ કરી £100,000નું વળતર અપાયું હતું. જો કે તેમાંથી મોટાભાગની રકમ કાનૂની ફી પેટે ચૂકવી હતી.

વિપિન પટેલે 2002 માં ઓક્સફર્ડશાયરના હોર્સપથમાં પોસ્ટ ઓફિસ ખોલી હતી. હોરાઇઝન સિસ્ટમમાં સમસ્યાઓને કારણે ખામીઓ લગભગ તરત જ શરૂ થઈ હતી. તેમના પુત્ર વર્ચાસે કહ્યું હતું કે “મારા પિતાએ આ ખામીઓ ભરવા માટે તેમના રોયલ મેઇલ પેન્શનમાંથી રોકડ ઉપાડી હતી તો મમ્મીએ લગભગ ત્રણ પેઢીઓથી સચવાયેલા સોનાના દાગીના વેચ્યા હતા. ખોટ પૂરી કરવા લગભગ £45,000 પોતાના ખિસ્સામાંથી ચૂકવ્યા હતા. તે વર્ષે ડિસેમ્બરમાં, ઓડિટરોને £34,000ની વધુ ઘટ જોવા મળતા તેમણે વિપિનની પૂછપરછ કરી સસ્પેન્ડ કરી દીધા હતા. તેમના પર છેતરપિંડીનો આરોપ મૂકાયો હતો. હાલ તેઓ અપંગ છે અને ક્રૉચ પર ચાલે છે. એક સમયે તેઓ પથારીવશ હતા અને હાથ-પગને પણ હલાવી શકતા ન હતા. 70 વર્ષીય વિપિનભાઇને 2011માં 18 સપ્તાહની સસ્પેન્ડેડ જેલની સજા કરાઇ હતી. તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ અને રેસીસ્ટ ગાળો અપાઇ હતી. ગામના લોકોએ તેમને જીવતેજીવ અંજલિ આપી હતી. લોકો પેરિશ કાઉન્સિલની બેઠકો કરી ઘર અને બિઝનેસ ડ્રાઇવ વેને બ્લોક કરવા માંગતા હતા. તેઓ માને છે કે એશિયન સબ-પોસ્ટમાસ્ટર અને સબ-પોસ્ટમિસ્ટ્રેસની પોસ્ટ ઓફિસની તપાસમાં જાતિવાદ પણ “ભાગ ભજવે છે”.

વર્ચાસ પટેલે પોસ્ટ ઓફિસ હેલ્પલાઇન કોલ સેન્ટરમાં કામ કરતા અમનદીપ સિંહનો હવાલો આપતાં કહ્યું હતું કે ‘’તેમનો સ્ટાફ દરેક એશિયન પોસ્ટમાસ્ટર પર અવિશ્વાસ કરે છે અને એકે તો કહ્યું હતું કે “મારી પાસે ફરી એક પટેલ કૌભાંડી છે.”

ગરવી ગુજરાતે પોસ્ટ ઓફિસ હોરાઈઝન કૌભાંડ વિશે રેકોર્ડ પર અને બહાર ઘણા જજીસ સાથે વાત કરી છે. જેમાં ક્રાઉન કોર્ટના વરિષ્ઠ જજ સહિત તમામ, સંમત થયા હતા કે તપાસના ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે શું જાતિ એટલે કે રેસે કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાના પોસ્ટ ઓફિસના નિર્ણયમાં અથવા ફોજદારી ન્યાય પ્રક્રિયામાં કોઈ ભાગ ભજવ્યો હતો ખરો.

ભૂતપૂર્વ ઓલ્ડ બેઈલી જજ નિક કૂક કેસીએ ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે “અહીં સમસ્યા એ છે કે  સમગ્ર સિસ્ટમમાં સંભવિત પૂર્વગ્રહની છે – ફરિયાદી, તપાસકર્તાઓ, જ્યુરી, નિષ્ણાતો, બધું જ – તમારે જોવું પડશે કે અહીં કોઈ બેભાન પૂર્વગ્રહ કાર્યરત છે કે કેમ. આ લોકોને ખરેખર શું અસર કરે છે, તેમની વંશીયતા અથવા સામાજિક વર્ગ ગમે તે હોય. તેમને ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવ્યા છે અથવા એવી સિસ્ટમ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે જેણે તેને અટકાવવું જોઈએ. આપણે એ શોધવાની જરૂર છે કે શું પૂર્વગ્રહથી પ્રક્રિયાને કોઈપણ રીતે અસર થઈ, અને જો તે થયું, તો તે સ્પષ્ટપણે યોગ્ય નથી. સમગ્ર પ્રક્રિયાની સ્વતંત્ર તપાસ કરવાની જરૂર છે, તેથી આપણે પાઠ શીખી શકીએ. આ કાર્યવાહીમાંની ખામીને ફોજદારી ન્યાય પ્રણાલી દ્વારા લેવાવી જોઈએ. કોઈપણ ફોજદારી કોર્ટ સિસ્ટમના મુખ્ય કાર્યોમાંનું એક એ સુનિશ્ચિત કરવાનું છે કે નિર્દોષોને ખોટી રીતે દોષિત ઠેરવવામાં ન આવે, અને તે કરવામાં ભયંકર નિષ્ફળતા હતી.”

ન્યાયતંત્રના સૂત્રોએ અમને જણાવ્યું હતું કે, ‘’ન્યાયની કહેવાતી કસુવાવડમાં સામેલ તમામ લોકોને નિર્દોષ જાહેર કરવાની સરકારને જરૂર નથી.’’

સિવિલ કોર્ટના જજે કહ્યું હતું કે કે “જો કોઈ કેસને ઝડપી બનાવવાની જરૂર હોય, તો જજ લેખિતમાં પુરાવા જોશે, અને જ્યાં સુધી પોસ્ટ ઓફિસ અને હોરાઇઝન, વાંધો ન ઉઠાવે ત્યાં સુધી, અમે સમાધાન માટે સંમત થઈ શકીએ છીએ અને દોષિત હોવાનું રદ કરી શકીએ છીએ.’’

(પૂજા શ્રીવાસ્તવના વધારાના અહેવાલ સાથે)

LEAVE A REPLY

12 − three =