. (ANI Photo)
સ્વ. અભિનેત્રી શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની દીકરીએ જ્હાન્વી કપૂરે એક મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, તેની પાસે સોશિયલ મીડિયા પર લાઈક્સ ખરીદવાના પૈસા નથી. પોતે પૈસા ખર્ચીને પ્રચાર પણ કરતી નથી.
જ્હાન્વી તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર કોઈ એમ જ વખાણ કરે તો લોકો એવી કોમેન્ટ કરે છે કે આ બધું પેઈડ હશે. પરંતુ, મારી પાસે એવા કોઈ પૈસા નથી. લોકોની પ્રશંસા, લાઈક્સ ખરીદવા માટે મારી પાસે આવા પૈસા નથી. મારી પાસે એ રીતે પ્રચાર કરાવવાનું કોઈ જ બજેટ પણ નથી. તેણે સ્વીકાર્યું હતું કે, કોઈ વ્યક્તિ લોકપ્રિયતા મેળવે એટલે તે સરળતાથી ટ્રોલિંગનો શિકાર બની જાય છે. જોકે, હું તેને બહુ ગંભીરતાથી લેતી નથી.
ટ્રોલિંગની ફરિયાદ કોઇ કોઈ સામાન્ય વ્યક્તિ કરતી નથી. આવી ફરિયાદ અસાધારણ વ્યક્તિ કરતી હોય છે. જ્હાન્વી કપૂરની ‘ઉલઝ’ ફિલ્મ ટૂંક સમયમાં રજૂ થઈ રહી છે. તાજેતરમાં તેને ફૂડ પોઈઝનિંગના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આથી, આ ફિલ્મના પ્રમોશનનું તેનું શિડયૂલ ખોરવાયું હતું. અત્યારે તે મોટાભાગે સોશિયલ મીડિયા ઈન્ટરવ્યૂ દ્વારા પ્રચાર કરી રહી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments