વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટ્વિટ કર્યું કે તે સોશિયલ મીડિયા છોડવા પર વિચાર કરી રહ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે આ રવિવારે હું પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફેસબુક, ટ્વિટર, ઇંસ્ટાગ્રામ, યૂ ટ્યુબ છોડવા પર વિચાર કરી રહ્યો હતો. તમને આ વિશે જાણકારી આપીશ. પીએમ મોદીના ટ્વિટર પર 5 કરોડ 33 લાખ ફોલોઅર્સ છે.

જ્યારે ફેસબુક પર 4 કરોડ 45 લાખ અને ઇંસ્ટાગ્રામ પર 3 કરોડ 52 લાખ ફોલોઅર્સ છે. યૂ ટ્યૂબ પર પીએમ મોદીના 4.51 મિલિયન સબ્સક્રાઇબર્સ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદી ઘણા સક્રિય રહે છે અને 2014માં સરકાર આવ્યા પછી તેમણે આખી સરકારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાવવાની મુહીમ છેડી હતી. મોદીના આ ટ્વિટ પછી રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો.

રાહુલે લખ્યું હતું કે નફરતને છોડો, સોશિયલ મીડિયા નહીં.મોદી 2009થી ટ્વિટર પર સક્રિય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા જ પોતાના અમેરિકાના પ્રવાસમાં કહ્યું હતું કે જ્યારે તે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ઝડપથી પૂર દરમિયાન લોકોને ઝડપથી રાહત અપાવી હતી.