(ANI Photo)

ભારતીય હવાઇદળે (IAF)એ શનિવારે જમ્મુ-કાશ્મીરના અને લદ્દાખ વચ્ચે ફસાયેલા 700થી વધુ મુસાફરોને એરલિફ્ટ કર્યા કરીને સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં. IL-76ની બે ઉડાન મારફત 514 મુસાફરોને જમ્મુથી લેહ સુધી એરલિફ્ટ કરાયા હતાં, જ્યારે બીજી એક ઉડાનમાં 223 લોકોને શ્રીનગરથી લેહ લાવવામાં આવ્યાં હતાં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સાથે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ વચ્ચે આ અઠવાડિયે કુલ 1,251 લોકોને એરલિફ્ટ કરાયા હતાં. અગાઉ સોમવારે કારગિલ કુરિયર તરીકે ઓળખાતા AN-32ની ઉડાન મારફત જમ્મુ-કાશ્મીરથી કારગિલ લાવવામાં આવ્યા હતાં. ભારે હિમવર્ષાને કારણે 434 કિમી લાંબા શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગને બંધ કર્યા બાદ IAF દ્વારા 22 જાન્યુઆરીએ કારગિલ કુરિયર શરૂ કરવામાં આવ્યું હતું.

કારગિલ કુરિયર સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ જમ્મુ અને શ્રીનગર વચ્ચે અને અઠવાડિયામાં બે વાર શ્રીનગર અને કારગિલ વચ્ચે ફસાયેલા મુસાફરોની સુવિધા માટે કાર્યરત છે. મુસાફરોએ તેમની અવરજવરને સરળ બનાવવા માટે તમામ સત્તાવાળાઓ અને ખાસ કરીને IAFનો આભાર માન્યો હતો.

 

LEAVE A REPLY

4 × one =