A teacher from Gurukul School of Art draws a painting of actor Dharmendra wishing his speedy recovery, in Mumbai.

બોલીવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનો પરિવાર માટે ગત સપ્તાહે મોટી માનસિક આફતમાંથી પસાર થયો હતો. 89 વર્ષીય ધર્મેન્દ્રને ઉંમર સંબંધિત કેટલીક તકલીફોને કારણે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, તે પછી તેમના વિશે અનેક ચિંતાજનક સમાચાર અને અફવાઓ પણ ફેલાઈ હતી. ત્યારે છેલ્લાં બે દિવસથી સોશિયલ મીડિયા પર બ્રીચકેન્ડી હોસ્પિટલમાં તેમના રૂમમાંથી શૂટ થયેલો એક વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે તેમના પરિવાર સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. આ ઘટનાને પગલે પોલીસે ખાનગી રીતે આ વીડિયો રેકોર્ડ કરનાર હોસ્પિટલના કર્મચારીની ધરપકડ કરી છે.
આ ઉપરાંત ધર્મેન્દ્ર હોસ્પિટલમાં દાખલ હતા એ દરમિયાન અને તેમને રજા અપાયા બાદ તેમના ઘરની બહાર પાપરાઝી અને વિવિધ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સનો જમાવડો થયો હતો, તેના કારણે મહેમાનો અને પરિવારજનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સંદર્ભે ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન દ્વારા કેટલાક પાપરાઝી અને ડિજીટલ મીડિયા અકાઉન્ટ વિરુદ્ધ સીનિયર ઇન્સપેક્ટર ઓફ પોલિસ, સુનિલ જાદવને સંબોધીને એક પત્ર લખાયો છે, જેમાં આઈએઇટીડીએના પ્રમુખ અશોક પંડિતે જણાવ્યું, “હું, અશોક પંડિત, IFTDAનાં મુખ્ય, ભારતીય સિનેમાના સૌથી સન્માનીય કલાકારોમાં સ્થાન ધરાવતા પદ્મભૂષણ, ધર્મેન્દ્રજીની માંદગી સંબંધિત તાજેતરના કવરેજમાં શિષ્ટાચાર અને નૈતિકતાની તમામ મર્યાદાઓ પાર કરનારા કેટલાક વેરીફાઇડ નથી એવા અને બેદરકાર પાપારાઝી અને ઓનલાઈન મીડિયા હેન્ડલર્સ સામે ઔપચારિક ફરિયાદ નોંધાવવા ઇચ્છું છું.”
તેમણે ફરિયાદમાં કેટલાક મીડિયા હેન્ડલર્સે ધર્મેન્દ્રના નિવાસસ્થાન પરિસરમાં સંમતિ વિના પ્રવેશ કર્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમણે પરિવારના સભ્યોના દૃશ્યો રેકોર્ડ કર્યા હતા. આ ક્લિપ્સ ‘સનસનાટી ફેલાવવા અને નફાખોરી’ માટે કથિત રીતે ઓનલાઈન પ્રસારિત કરવામાં આવી હતી. તેને ગોપનીયતા અને ગૌરવનું ઉલ્લંઘન છે ગણાવને બદનક્ષી સંબંધિત ગુનો ગણવામાં આવ્યો હતો. અશોક પંડિતે આ વર્તનને આ વર્તનને ‘અમાનવીય, અનૈતિક અને ભારતના બંધારણની કલમ 21 હેઠળ બાંયધરીકૃત ગોપનીયતાના અધિકારનું ઘોર ઉલ્લંઘન’ ગણાવ્યું છે.

LEAVE A REPLY