યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અમેરિકામાં ગેરકાયદે માઇગ્રેશનનને મદદ કરનારા ભારતીય ટ્રાવેલ એજન્સીઓના માલિકો અને અન્ય સ્ટાફ પર વિઝા પ્રતિબંધો લાદવાની સોમવારે જાહેરાત કરી હતી.
વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં યુએસ મિશન દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીના આધારે, ભારતમાં ટ્રાવેલ એજન્સીઓ સાથે જોડાયેલા અસંખ્ય અનામી લોકો પર ઇમિગ્રેશન અને રાષ્ટ્રીયતા ધારા હેઠળ વિઝા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. અમે ઘૂસણખોરી નેટવર્કને તોડવા માટે ટ્રાવેલ એજન્સીઓના માલિકો, અધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સામે વિઝા પ્રતિબંધો લાદવા માટે પગલાં લેવાનું ચાલુ રાખીશું
વોશિંગ્ટન ઘણીવાર લક્ષ્ય બનાવાયેલા લોકોના નામ પ્રકાશિત કર્યા વિના વિઝા પ્રતિબંધો જારી કરતું હોય છે.
