(ANI Photo)

આંધ્રપ્રદેશમાં રવિવારે રાત્રે હાવડા-ચેન્નઈ લાઇન બે ટ્રેનો વચ્ચેના અકસ્માતમાં 13 મુસાફરોના મોત થયા હતા અને 40 ઘાયલ થયા હતા. એક પેસેન્જર ટ્રેન સિગ્નલને ઓવરશોટ કરીને પાછળથી બીજી એક સાથે અથડાઈ હતી.

વિશાખાપટ્ટનમ-પલાસા ટ્રેનના છેલ્લા ત્રણ કોચ અને વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેનના લોકોમોટિવ અને બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.આ અકસ્માતને કારણે 18 ટ્રેનો રદ કરાઈ હતી અને 22 ટ્રેનો ડાયવર્ટ કરાઈ હતી. અકસ્માત વિઝાગ-રાયગડા લોકો પાઇલટની ખામીને કારણે થયો હોઈ શકે છે, જેનું મૃત્યુ થયું હતું. રેલવે સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે સિગ્નલને કદાચ લોકો પાઇલટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું.

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાયએસઆર જગન મોહન રેડ્ડીએ મૃત્યુ પામેલા લોકોના પરિવારને ₹10 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. ગંભીર ઈજાગ્રસ્તોને ₹2.5 લાખ અને નાની ઈજાવાળા મુસાફરોને ₹50,000 મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે વધુ ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાયની જાહેરાત કરી હતી. લગભગ પાંચ મહિના પહેલા, ઓડિશામાં ત્રણ ટ્રેનોને સંડોવતા એક ભયાનક અકસ્માતમાં 280થી વધુ મુસાફરોના મોત થયા હતા.

LEAVE A REPLY

1 × four =