ખનૌમાં રવિવારે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતે ઈંગ્લેન્ડ સામેની મેચ જીત્યા પછી આતશબાજી (ANI Photo)

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે વિશ્વકપ તેનું શાનદાર પ્રદર્શન જારી રાખીને  રવિવારે લખનૌમાં ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. રોહિતે 101 બોલમાં 87 રન બનાવ્યા હતા જેનાથી ભારતને મુશ્કેલ પીચ પર 221/9નો સન્માનજનક સ્કોર કરવામાં મદદ કરી. જવાબમાં ઇંગ્લેન્ડ જસપ્રિત બુમરાહની આગેવાની હેઠળના ભારતીય હુમલાનો પ્રતિકાર કરવામાં નિષ્ફળ ગયો. પ્રવાસી ટીમ 34.5 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવે ભારતીય ઇનિંગ્સના અંતિમ તબક્કામાં 49 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.આ વિજય સાથે જ ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. બીજી તરફ ઇંગ્લેન્ડ વર્લ્ડકપમાંથી લગભગ બહાર ફેંકાઈ ગયું છે. ભારત તરફથી રોહિત શર્માની ફિફ્ટી, સૂર્યકુમાર-રાહુલની મહત્વનું યોગદાન અને શામી-બુમરાહ-કુલદીપની ધમાકેદાર બોલીંગના કારણે ભારતે આ વર્લ્ડકપમાં 6ઠ્ઠી જીત મેળવી હતી.

ઈંગ્લેન્ડ તરફથી તમામ બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતાં, જ્યારે બોલીંગમાં ડેવિડી વિલીનો જાદુ ચાલ્યો હતો, જોકે તે ટીમને જીત અપાવી શક્યો નથી. ભારત આ વર્લ્ડકપ પોઈન્ટ ટેબલમાં સતત 6 જીત મેળવી 12 પોઈન્ટ સાથે ટોપ પર આવી ગયું છે. આ અગાઉ ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારતે ઇંગ્લેન્ડને 100રનથી હરાવ્યા બાદ તે વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ મેચ જીતનાર બીજી ટીમ બની ગઈ છે. ભારતે ન્યુઝીલેન્ડને પાછળ છોડી દીધું છે. ભારતે કુલ 59 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમની લીસ્ટમાં પહેલા નંબરે છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 73 મેચ જીતી છે.

 

LEAVE A REPLY

1 × 2 =