પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં ભારતીય નાગરિકોના ગેરકાયદેસર માઇગ્રેશનમાં સતત વધારો થઈ રહ્યો છે. વોલસ્ટ્રીટે યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના ડેટા ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે ગયા ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધીના નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાંથી લગભગ 42000 માઇગ્રેન્ટ દક્ષિણ સરહદ પરથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ્યા હતા. આ સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં લગભગ બમણી છે.

મોટાભાગના ભારતીય માઇગ્રન્ટ્સ યુએસમાં પ્રવેશ્યા પછી અને આશ્રય માગે છે. અમેરિકામાં વિશ્વભરમાંથી ગેરકાયદેસર ધુસણખોરી થાય છે. અહેવાલ મુજબ 2023ના નાણાકીય વર્ષના અંતમાં વિશ્વભરમાંથી 20 લાખ લોકોની ગેરકાયદેસર સરહદ ક્રોસિંગ માટે ધરપકડ કરવામાં આવી હતી.

અહેવાલમાં એવું જણાવાયું છે કે લગભગ તમામ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ સીધા બોર્ડર પોલીસ પાસે જાય છે અને શરણાગતી માગે છે. યુએસ પોલીસના હાથે પકડાયા પછી ભારતીયો એવું કહે છે કે ભારતમાં ભાજપના શાસનના કારણે અંધાધૂંધી છે જેથી તેઓ યુએસમાં શરણાર્થી તરીકે રહેવા માગે છે.

મેક્સિકો, ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને એક્વાડોરના લોકો યુએસમાં આશ્રય મેળવવા માટે જાણીતા છે પરંતુ ભારત જેવા અન્ય દેશોમાંથી સ્થળાંતર કરનારાઓમાં મોટો વધારો થયો છે.

 

LEAVE A REPLY

4 × 5 =