કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદનું દૃશ્ય. (ANI ફોટો)

જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષના મુખ્ય અરજદાર અને વિશ્વ વૈદિક સનાતન સંઘના વડા જીતેન્દ્ર સિંહે વિસેન અને તેમના પરિવારે કથિત “હેરાનગતિને”ને કારણે જ્ઞાનવાપી મુદ્દાને લગતા તમામ કેસોમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. તેમના વકીલ શિવમ ગૌર અગાઉ આ કેસમાંથી ખસી ગયા હતા. વિસેનની ભત્રીજી રાખી સિંહ સહિત પાંચ મહિલાએ ઓગસ્ટ 2021માં મૂળ શ્રૃંગાર ગૌરી દાવો દાખલ કર્યો હતો અને જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં દેવી શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવતાઓની દૈનિક પૂજા માટે પરવાનગી માગી હતી.

વિસેને જણાવ્યું હતું કે હું અને મારો પરિવાર (પત્ની કિરણ સિંહ અને ભત્રીજી રાખી સિંહ) દેશ અને ધર્મના હિતમાં વિવિધ અદાલતોમાં દાખલ કરેલા જ્ઞાનવાપી સંબંધિત તમામ કેસો ખસી જઈએ છીએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેઓ હિન્દુ પક્ષ સહિત વિવિધ વર્ગો તરફથી હેરાનગતિનો સામનો કરી રહ્યાં હતાં અને તેઓને અપમાનિત કરાયાં હતાં. આવી સ્થિતિમાં મર્યાદિત શક્તિ અને સંસાધનોને કારણે હું હવે ‘ધર્મ’ માટે આ લડાઈ લડી શકું તેમ નથી અને તેથી જ હું કેસો છોડી રહ્યો છું. આ ધર્મયુદ્ધ શરૂ કરીને કદાચ મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી હતી. આ સમાજ ફક્ત તે લોકો સાથે છે જેઓ ધર્મના નામે યુક્તિઓ રમીને ગેરમાર્ગે દોરે છે.

અગાઉ આ કેસ છોડી દેવાની જાહેરાત કરતા વિસેનના વકીલે જણાવ્યું હતું કે અરજદારો સાથેના કોમ્યુનિકેશન ગેપને કારણે તેઓ જ્ઞાનવાપી કેસ છોડી રહ્યાં છે. આ કેસ લડવા માટે તેમને મે 2022 પછી કોઈ ફી મળી નથી.

LEAVE A REPLY

19 + sixteen =