અમદાવાદ ખાતેના સાયન્સ સિટીમાં નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે લોકાર્પણ કર્યું હતું.
૨૦૦૫માં સાયન્સ સિટી ખાતે ૧૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી સાથે શરૂ કરવામાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણ બાદ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.

૨૦૦૧માં ૧૦૭ હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા સાયન્સ સિટીમાં દર વર્ષે એક-એક નવીન ગેલેરી અને નયનરમ્ય આકર્ષણો જોડવાની રાજ્ય સરકારે પરંપરા વિકસાવી છે. ૫૦ મીટર ઊંચાઈની સેન્ટ્રલ વોટર જેટ, ૮૦૦ જેટલી વિવિધ રંગબેરંગી લાઇટ્સ અને ૧૫ કરતાં વધુ હાર્મોનાઈઝડ મ્યુઝિકલ પેટર્ન સર્જતી ૬૦૦થી પણ વધુ નોઝલ સાથે આ ફાઉન્ટેન મુલાકાતીઓમાં આગવું આકર્ષણ જગાવશે. એટલું જ નહીં, ૩૬x૧૬ મીટરની વૉટર સ્ક્રીન પર મલ્ટીમીડિયા લેઝર સાઉન્ડ શો સાથે ૧૬x૯ મીટરની બે અન્ય સ્ક્રીન અને ૩D પ્રોજેક્શનમાં ૭૦ મીટરની ૩ સ્ક્રીન દ્વારા મ્યુઝિકલ ફાઉન્ટેનનો નજારો લોકો માટે રોમાંચકારી બની રહેશે અને રાત્રીનાં સમયે આ ફાઉન્‍ટેન સમગ્ર વિસ્તારમાં રંગબેરંગી આકાશ જેવી આભા ઉપસાવશે. સોમવાર સિવાય આ મ્યુઝિકલ ફાઉન્ટેનના દરરોજના ૨૫ મિનિટના ઓછામાં ઓછા બે સ્પેસ થીમ આધારીત શો યોજાશે.

LEAVE A REPLY

eleven + thirteen =