• લૌરેન કોડલિંગ દ્વારા

ભારતના 72મા પ્રજાસત્તાક દિન પ્રસંગે બોલતા, દક્ષિણ એશિયાના પ્રધાન લોર્ડ તારિક અહમદે જણાવ્યું હતું કે કોવિડ-19 વાયરસ સામે લડવામાં મદદ કરવાના સહયોગથી ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે અને બંને દેશો વચ્ચે ચાલી રહેલ રસીની ભાગીદારીની મજબૂતાઇથી તેઓ આનંદિત છે.

ફોરેન ઑફિસમાં કોમનવેલ્થ મિનીસ્ટર લોર્ડ અહમદે કહ્યું હતું કે “વિશ્વની ફાર્મસી તરીકે, ભારત કોવેક્સ સુવિધા દ્વારા વિશ્વભરમાં કોવિડ-19ની રસીઓને સમાન વપરાશ માટે પહોંચાડવાના અમારા બંને દેશોની પ્રતિબદ્ધતા માટે કટિબધ્ધ છે. એસ્ટ્રાઝેનેકા અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા આ સહયોગનું મુખ્ય ક્ષેત્ર રહ્યુ છે. ભારત એક વ્યૂહાત્મક ભાગીદાર છે અને અમે કિગાલી તરફ ધ્યાન આપી ​​રાષ્ટ્રમંડળમાં સાથે મળીને કામ કરવાની આશા રાખીએ છીએ.”

યુકેએ કોવેક્સ એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ (એએમસી) માટે £548 મિલિયન ફાળવ્યા છે, જેનું લક્ષ્ય 2021માં 80 જેટલા નીચા અને નીચલા મધ્યમ આવકવાળા દેશોમાં અને 12 ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશોમાં ઉચ્ચ જોખમ ધરાવતા લોકો માટે ઓછામાં ઓછી એક બિલીયન રસી આપવાનું છે જેમાં ભારત સહિતના દેશોનો સમાવેશ થાય છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં રસીનો પુરવઠો આપવા ઉપરાંત, કૉવેક્સ એએમસીના મુખ્ય સપ્લાર્સમાંનું એક હશે. વર્તમાન કોવેક્સ પર્ટફોલિયોમાં સીરમ તરફથી 170 મિલિયન એસ્ટ્રાઝેનેકા ડોઝ અને 200 મિલિયન એસ્ટ્રાઝેનેકા અથવા નોવાવેક્ષ ડોઝ શામેલ છે અને તે 900 મિલિયન ડોઝ માટે સંમત થયુ છે.

લોર્ડ અહેમદે કાશ્મીરની વિશેષ સ્થિતિ અંગે પ્રતિભાવ આપતાં સ્વીકાર્યું હતું કે યુકે સરકાર કાશ્મીરમાં ચાલી રહેલી પરિસ્થિતિ પર “ખૂબ નજીકથી” જોઇ રહી છે અને માનવાધિકારની કોઈપણ ચિંતા અંગે  સીધો ભારતીય અધિકારીઓ સાથે સંપર્ક કરાયો છે. દિલ્હીમાં તેમના સમકક્ષ સાથે અને યુકેમાં ભારતીય હાઈ કમિશનર, ગાયત્રી ઈસ્સાર કુમાર સાથે વાત કરી હતા જે વાતચીત “ફળદાયી” રહી છે. આ સંદર્ભે ભારત સાથે અમારો ખૂબ રચનાત્મક સંબંધ છે. ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વડા પ્રધાન બોરીસ જોન્સનની રદ થયેલી મુલાકાત પાછળ બ્રિટનમાં કોરોનાવાયરસના કેસોમાં વધારો જવાબદાર હોવાનું જણાવ્યું હતું અને આ મુદ્દો વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સારી રીતે સ્વીકાર્યો હતો.’’