પ્રથમ
(Photo by Yasser Bakhsh/Getty Images)

ફૂટબોલ જગતમાં સર્વકાલીન મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વનો પ્રથમ બિલિયોનેર ફૂટબોલ ખેલાડી બન્યો છે. સાઉદી પ્રો લીગની અલ-નાસર ક્લબ સાથે નવા કરાર પર હસ્તાક્ષર કર્યા પછી તેને આ વધુ એક સિદ્ધી મેળવી હતી.
રોનાલ્ડોને હંમેશા રમતમાં ટોચના પુરસ્કારો માટે લિયોનેલ મેસ્સી સાથે સ્પર્ધાનો સામનો કરે છે, જોકે કમાણીના મોરચે આ પોર્ટુગીઝ ખેલાડીએ હવે નોંધપાત્ર લીડ મેળવી છે. 2023માં રોનાલ્ડોએ ધનિક સાઉદી પ્રો લીગમાં જોડાવાનું નક્કી કર્યું તે પહેલાં મેસ્સી અને રોનાલ્ડો લગભગ એકસમાન કમાણી અને બ્રાન્ડ વેલ્યૂ ધરાવતા હતાં. મેસ્સી અમેરિકામાં મેજર લીગ સોકરમાં જોડાયો છે.

સાઉદી પ્રો લીગ ક્લબમાં રોનાલ્ડો એક ખેલાડી તરીકે સૌથી વધુ સરેરાશ વાર્ષિક પગાર મેળવે છે. સાઉદી અરેબિયામાં કમાણી પણ કરમુક્ત હોવાથી, રીઅલ મેડ્રિડ અથવા માન્ચેસ્ટર યુનાઇટેડ જેવી યુરોપિયન ક્લબની કમાણી કરતાં તે વધુ ચોખ્ખી કમાણી કરે છે.

રોનાલ્ડોની કુલ સંપત્તિના વિવિધ સ્ત્રોતોને એકસાથે જોડીને, બ્લૂમબર્ગે દાવો કર્યો હતો કે રોનાલ્ડોની કુલ સંપત્તિ વધીને 1.4 બિલિયન ડોલર થઈ ગઈ છે. અહેવાલમાં દાવો કરાયો છે કે યુરોપિયન ફૂટબોલમાં 40 વર્ષીય રોનાલ્ડોનું વેતન 2002થી 2023માં 550 મિલિયન ડોલર હતું. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની વાત કરીએ તો, રિપોર્ટમાં જણાવાયું છે કે નાઇકી સાથે દાયકા લાંબી ડીલ રોનાલ્ડોને વાર્ષિક 18 મિલિયન ડોલરની જંગી કમાણી કરાવે છે. અરમાની અને કેસ્ટ્રોલ જેવી બ્રાન્ડ્સ સાથેના અન્ય એન્ડોર્સમેન્ટ નેટવર્થમાં 175 મિલિયન ડોલરથી વધુનો ઉમેરો કરે છે.

2023માં અલ-નાસરમાં જોડાયા પછી, રોનાલ્ડોએ વાર્ષિક આશરે 200 મિલિયન ડોલર ટેક્સ-ફ્રી પગાર અને બોનસની કમાણી કરી છે. આ સોદામાં 30 મિલિયન ડોલરનું સાઇનિંગ બોનસ પણ સામેલ હતું. જે સોદો તેમને અબજ ડોલરના આંકને વટાવી ગયો તે અહેવાલ મુજબ જૂન 2025 માં અલ-નાસર સાથે કરારનું વિસ્તરણ હતું. એવું કહેવામાં આવ્યું છે કે નવો કરાર USD 400 મિલિયનથી વધુનો છે. નવા સોદાના ભાગ રૂપે તેમને અલ-નાસરમાં 15% હિસ્સો પણ મળ્યો છે.660 મિલિયનથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતો રોનાલ્ડો પ્રભાવશાળી રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો અને બહુવિધ વ્યવસાયિક રોકાણો ધરાવે છે.

LEAVE A REPLY