કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે જણાવ્યું હતું કે, ભારત 150.18 મિલિયન ટન ચોખાના કુલ ઉત્પાદન સાથે ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે.
નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ચોહાણે જણાવ્યું હતું કે ભારતમાં ચોખાનું ઉત્પાદન વધીને 150.18 મિલિયન ટન થયું છે, જ્યારે ચીનમાં ઉત્પાદન 145.28 ટન છે. દેશની આ અસાધારણ સિદ્ધિ છે. ભારત હવે વિદેશી બજારોમાં ચોખાનો સપ્લાય કરે છે. દેશમાં ખાદ્યાન્નનો વિપુલ પ્રમાણમાં ભંડાર છે, જેનાથી ભારતની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થાય છે.
કૃષિ વૈજ્ઞાનિકોને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અનુરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશ ઉચી ઉપજ આપતા અને આબોહવાનો સામનો કરતાં બીજના વિકાસના સાથે દેશ કૃષિ ક્રાંતિના નવા યુગમાં પ્રવેશ્યો છે.આ સિદ્ધિ ICAR ના પાક પરના અખિલ ભારતીય સંકલિત પ્રોજેક્ટ્સ, રાજ્ય અને કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ અને ખાનગી બીજ કંપનીઓના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે.










