(ANI Photo)

ભારતમાં ગયા સપ્તાહે પુરી થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી એશિયન હોકી ટુર્નામેન્ટમાં શનિવારે ભારતે મલેશિયાને 4-3થી હરાવી ચોથી વખત આ ટ્રોફીનું ટાઈટલ હાંસલ કર્યું હતું. ચેન્નાઈમાં રમાયેલી ફાઈનલમાં એક તબક્કે 1-3થી પાછળ રહેલું ભારત અચાનક એક મિનિટમાં બે ગોલ કરી 3-3ની બરાબરીમાં પહોંચી ગયું હતું અને પછી છેલ્લા ક્વાર્ટરમાં 56મી મિનિટે ચોથો વિજયી ગોલ કર્યો હતો. 

આકાશદીપે શાનદાર, આક્રમક કાઉન્ટર એટેકમાં આ ફિલ્ડ ગોલ કરી ટીમને ચેમ્પિયન બનાવી દીધી હતી. પ્રથમ ક્વાર્ટરમાં બન્ને ટીમ 1-1થી બરાબરીમાં હતી, તો બીજા ક્વાર્ટરમાં મલેશિયાએ 3-1ની સરસાઈ મેળવી હતી. જો કે, ભારતે પણ ત્રીજા ક્વાર્ટરમાં જ 3-3ની ફરી બરાબરી કરી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફી એશિયન હોકીમાં ચાર વખત ટાઈટલ પ્રાપ્ત કરી ભારતીય ટીમ મોખરે પહોંચી છે, તો ત્રણ ટાઈટલ સાથે પાકિસ્તાન બીજા ક્રમે છે.

LEAVE A REPLY

four × 2 =