PTI GRAPHICS(PT

ભારતમાં કોરોનાના દૈનિક કેસ આ મહિને બીજા વખત બે લાખથી ઓછા રહ્યાં હતા. શુક્રવારે કોરોનાના નવા કેસની સંખ્યા 1,86,364 રહી હતી, જે આશરે 44 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ છે. દેશમાં નવા 3,660ના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,18,895 થયો હતો, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યું હતું.

દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 2,75,55,457 થઈ હતી, જેમાંથી આશરે 2,48,93,410 લોકો અત્યાર સુધી રિકવર થયા છે. રાષ્ટ્રીય રિકવરી રેટ સુધરીને 90.34 ટકા થયો હતો. ભારતમાં અગાઉ 25બે કોરોનાના નવા કેસ બે લાખથી ઓછા નોંધાયા હતા. ભારતમાં ગુરુવારે 20,70,508 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને પોઝિટિવિટી રેટ ઘટીને નવ ટકા થયો હતો. આ રેટ સતત ચોથા દિવસે 10 ટકાથી નીચો રહ્યો હતો. વીકલી પોઝિટિવિટી રેટ વધી ઘટીને 10.42 ટકા થયો હતો. દેશમાં રિકવરીની સંખ્યા સતત 15માં દિવસે નવા કેસ કરતાં વધુ રહી હતી. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 23,43,152 થઈ હતી, જે કુલ કેસના 8.50 ટકા છે.