NEW DELHI: COVID-19 INDIA UPDATE: PTI

ભારતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈને આંકડો 30 હજારની અંદર પહોંચ્યા બાદ છેલ્લાં બે દિવસથી સતત કેસમાં વધારો થયા બાદ ફરી પાછો નવા કેસનો આંકડો 40 હજારને પાર થઈ ગયો હતો. નવા કેસોમાં વધારાને પગલે એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 3,87,987 કેસ થઈ હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના વધુ 41,195 નવા કેસ નોંધાયા હતો અને 490 દર્દીઓના મોત થયા હતા. કોરોનાના કેસ 40 હજારને પાર ગયા છે ત્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા તેનાથી ઓછી નોંધાતા એક્ટિવ કેસમાં સામાન્ય વધારો નોંધાયો છે. અગાઉના દિવસે દેશમાં કોરોનાના 38,353 નવા કેસ નોંધાયા હતા અને 497 દર્દીઓના મોત થયા હતા. તેનાથી કુલ મૃત્યુઆંક વધીને 4,29,669 થયો હતો.

24 કલાકમાં કોરોનાના વધુ 39,069 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,12,60,050 પર પહોંચી હતી. કુલ સંક્રમણનો આંકડો વધીને 3,20,77,706 થઈ ગયો હતો.

એક્ટિવ કેસમાં પાંચ દિવસ બાદ વધારો થયો હતો. એક્ટિવ કેસનું પ્રમાણ કુલ કેસના આશરે 1.21 ટકા છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 97.45 ટકા થયો હતો.ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસની 44,19,627 વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા હતા જેની સાથે કુલ વેક્સિનેશનનો આંકડો 52,36,71,019 થયો હતો.