ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 42.78 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 39,097 નવા કેસ નોંધાયા છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,05,03,166 દર્દીઓ સાજા થયા છે. સાજા થવાનો દર વધીને 97.35% થયો છે. છેલ્લા 24 કલાકમાં 35,087 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,08,977 થયું છે. સક્રિય કેસ કુલ કેસનાં 1.31 ટકા થયા છે. સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.22 ટકા છે.
દૈનિક પોઝિટિવીટી દર 2.40%એ પહોંચ્યો, જે સતત 33મા દિવસે 3%થી ઓછો છે. પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 45.45 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે.