ભારતમાં છેલ્લા 24 કલાકમાં 42,766 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 911 લોકોના મોત નિપજ્યા હતા. ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,55,033 થયું છે, જ્યારે સક્રિય કેસ કુલ કેસનાં 1.48 % થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,99,33,538 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 45,254 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર વધીને 97.20% થયો છે. સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.34% છે. દૈનિક સાજા થવાનો દર 2.19%એ પહોંચ્યો, જે સતત 19મા દિવસે 3%થી ઓછો છે. પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 42.90 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં ભારતમાં કોરોનાના જેટલા કેસ નોંધાયા હતા તેના 53 ટકા માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં નોંધાયા હતા. જેને પગલે કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ હિલ સ્ટેશન અને પર્યટન સૃથળોએ લોકોના ટોળા દેખાતા પણ સરકારે ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી તો કોરોનાના કેસોમાં ફરી વધારો થઇ શકે છે