
ભારત અને યુરોપિયન યુનિયનને મંગળવાર, 27 જાન્યુઆરીએ મહત્ત્વકાંક્ષી વેપાર સોદાની જાહેરાત કરી હતી. આ કરારથી વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા દ્વિપક્ષીય વેપારને વેગ મળશે અને અમેરિકા પરના અવલંબનમાં ઘટાડો થશે. આ સોદા હેઠળ ભારત યુરોપની 97 ટકા પ્રોડક્ટ્સ પર અને યુરોપ ભારતની 99.5 ટકા પ્રોડક્ટ્સ પરની ટેરિફ દૂર કરશે અથવા તેમાં ઘટાડો કરશે
આ સોદાથી મૂલ્યના સંદર્ભમાં 96.6 ટકા પ્રોડક્ટ્સ પર ભારત ટેરિફને નાબૂદ કરશે અથવા તેમાં ઘટાડો કરશે. 2032 સુધીમાં ભારતમાં EU નિકાસ બમણી થવાની અપેક્ષા છે. યુરોપિયન કંપનીઓને ડ્યુટીમાં 4 અબજ યુરો ($4.75 અબજ)ની બચત થશે
યુરોપિયન યુનિયન સાત વર્ષમાં ભારતમાંથી આયાત થતી 99.5% ચીજવસ્તુઓ પર ટેરિફ ઘટાડશે. યુરોપ ભારતીય દરિયાઈ પ્રોડક્ટ્સ, ચામડા અને ટેક્સટાઇલ્સ પ્રોડક્ટ્સ, રસાયણો, રબર, બેઝ મેટલ્સ અને રત્નો અને ઝવેરાત પર ટેરિફ શૂન્ય કરશે.
સોયા, બીફ, ખાંડ, ચોખા અને ડેરી જેવી કૃષિ સંબંધિત વસ્તુઓને વેપાર કરારના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખવામાં આવી છે.
આ વેપાર કરારથી નવી દિલ્હી યુરોપની કાર પરની ટેરિફને 110 ટકાથી ઘટાડીને પાંચ વર્ષમાં 10 ટકા કરશે. તેનાથી ફોક્સવેગન, રેનો, મર્સિડીઝ-બેન્ઝ અને BMW જેવા યુરોપિયન ઓટોમેકર્સને ફાયદો થશે અને ભારતમાં યુરોપની કારો સસ્તી બનશે.
ઓટો પર ઘટાડેલા ટેરિફ દર વાર્ષિક 15,000 યુરોથી વધુ મૂલ્યની 250,000 કારને લાગુ પડશે. સોદો અમલમાં આવતાની સાથે જ ભારત કાર પરની ટેરિફમાં 30%-35% ઘટાડો થશે.
ભારત વાઇન જેવા આલ્કોહોલિક પીણાં પરના ટેરિફને તાત્કાલિક ૧૫૦%થી ઘટાડીને ૭૫% કરી રહ્યું છે. આ ટેરિફને તબક્કાવાર ધોરણે ઘટાડીને ૨૦% કરાશે. સ્પિરિટ પરના ટેરિફને ઘટાડીને ૪૦% સુધી કરશે.
EUએ જણાવ્યું હતું કે આ સોદાથી ભારતમાં આવતા મશીનરી, ઇલેક્ટ્રિકલ સાધનો, રસાયણો અને લોખંડ અને સ્ટીલ સહિત અનેક EU માલ પરના ટેરિફમાં પણ ઘટાડો થશે.













