ભારતમાં પંદરમી જાન્યુઆરી 2020થી દાગીનાનો વેપાર કરનાર દરેક જ્વેલર્સ માટે હોલ માર્ક સાથેનુ જ સોનું વેચવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રના ગ્રાહકોની બાબતના મંત્રી રામવિલાસ પાસવાને આ જાહેરાત કરી છે.
ગ્રાહકો સાથે સોનીઓ દ્વારા છેતરપિંડી ન કરવામાં આવે તેે માટે જ સોનું કે તેના દાગીના હોલમાર્કથી જ વેચવાના ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. હોલમાર્કથી જ સોનું વેચવા માટે સોનીઓએ તેમના નામ બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં રજિસ્ટર કરાવવા પડશે. આ સાથે જ 14, 18 અને 22 કેરેટની શુદ્ધતાં વાળું જ સોનું વેચી શકાશે.
સોનાની શુદ્ધતાનું પ્રમાણપત્ર આપવા માટે સરકાર દેશના દરેક જિલ્લામાં હોલમાકિન્માટેના સેન્ટરો ઊભા કરવામાં આવશે. સોનાના વેપારમાં હોલમાર્કની પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવા માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 15મી જાન્યુઆરી 2021 પછી કોઈપણ સોનીને હોલમાર્ક વિના સોનાના દાગીના વેચવા દેવામાં આવશે નહિ તેવી જાહેરાત રામવિલાસ પાસવાને કરી છે.
તેમણે ખરીદેલા સોનાની ગુણવત્તા અંગેની જાણકારી તેમની પાસે હોવી જ જોઈએ તેવી ગણતરીથી આ સોદો કરવામાં આવી રહ્યો છે. હોલમાર્કને કારણે સોનાની શુદ્ધતાંની ખાતરી મળશે. સોનાની શુદ્ધતાના પ્રમાણિત કરવા માટેની આ સિસ્ટમ છે. તેમ થતાં સોનામાં કરવામાં આવલી ભેગ પર નિયંત્રણ આવી જશે.
સોનાના દાગીનાના મેન્યુફેક્ચરર્સ માટે કેરેટનું પ્રમાણ જાલવી રાખવું ફરજિયાત બની જશે. હોલમાર્કની સાથે જ્વેલર્સની ઓળખ પાક્કી થાય તેવી નિશાની પણ દાગીના પર કરવામાં આવશે. તેના પર બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો માકો-લોર્ગો પણ આપવામાં આવશે.
તેનાથી સરકાર સોનાની શુદ્ધતાને પ્રમાણિત કરતી હોવાનો મેસેજ ગ્રાહક સુધી જશે. અત્યાર સુધી દાગીનામાં હોલમાર્ક ન હોવાથી તેને ઓનલાઈન ખરીદનારાઓ મળતા જ નહતા. પરંતુ હોલમાર્કનો ચુસ્ત અમલ થઈ જતાં ઓનલાઈન પણ સોનાના દાગીનાની ખરીદી કરવામાં તકલીફ પડશે નહિ. અત્યારે કેટલાક સોનીઓ હોલમાર્ક વાળા દાગીના કે પોતાના અંગત હોલમાર્ક સાથેના દાગીના વેચે છે.
સોનાના શુદ્ધતાંનું માપ કેરેટમાં કાઢવામાં આવે ત્યારે 24 કેરેટ સોનાથી તૈયાર કરવામાં આવેલા દાગીના સૌથી વધુ શુદ્ધ ગણાય છે. પરંતુ તેમાંથી દાગીના બની શકતા નથી. તેથી તેને મજબૂતી આપવા માટે અન્ય ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. 2017થી અમલમાં આવેલી સિસ્ટમ હેટળ 14, 18 અને 22 કેરેટના દાગીનાની શુદ્ધતાની ચકાસણી કરવામાં આવે છે. દાગીનાનું હોલમાર્કિંગ ખરીદી કર્યાના 5થી 6 કલાકમાં કરી આપી શકાય છે.
અત્યારે જ્વેલર્સ માટે હોલમાર્કિંગ ફરજિયાત નહિ, મરજિયાત રાખવામાં આવેલું છે.
સોનાની એક આઈટેમનું હોલમાર્કિંગ કરાવવા માટે અદાજે રૂા.35 અને તેના પર લાગતો ટેક્સ ચૂકવવો પડશે. હોલમાર્કિંગ અંગે આશંકા હોય તેવી વ્યક્તિઓએ દાગીના બનાવીને વચનાર સામે બીઆઈએસમાં ફરિયાદ પણ કરી શકાશે.