Reuters

ભારતના ક્રિકેટ બોર્ડે (BCCI) ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની તમામ કોન્ટ્રાક્ટની યાદીમાંથી બાદબાકી કરી છે. ગત સપ્તાહે જાહેર કરેલી યાદીમાં એમ.એસ. ધોનીનું નામ નહીં હોવાના અહેવાલો વહેતા થયા બાદ ધોનીના ચાહકોએ આંચકો અનુભવ્યો છે. વર્લ્ડડ કપ પછી ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. ટેસ્ટ ક્રિકેટમાંથી તેણે અગાઉ જ નિવૃત્તિ લીધી છે.
એવું પણ માનવામાં છે કે, ધોની માટે હવે ભારતીય ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ બન્યું છે. કારણકે એક પણ કેટેગરીના કોન્ટ્રાક્ટમાં તેનું નામ નથી.
બોર્ડના લિસ્ટ પ્રમાણે તેમાં સમાવાયેલા ખેલાડીઓ સાથેનો કોન્ટ્રોક્ટ ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 સુધીનો રહેશે. તે યાદીમાં 30 ખેલાડીઓના નામ છે જે ટીમ ઈન્ડિયા માટે દરેક પ્રકારના ફોર્મેટમાં રમે છે. ગ્રે એ પ્લસ કેટેગરીની યાદીમાં 3 ખેલાડી છે. જેમને વર્ષે રૂ. 7 કરોડ મળશે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને અમદાવાદના જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. ધોનીએ જુલાઈ 2019 બાદ એક પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લીધો નથી.
સપ્ટેમ્બર 2020 સુધી ચાલનારા બીસીસીઆઈની કોન્ટ્રાક્ટની યાદીમાં વિવિધ ચાર ગ્રેડ છે. રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ચેતેશ્વર પુજારા, કે.એલ. રાહુલ, અજિંક્ય રહાણે, શિખર ધવન, પેસર ઈશાંત શર્મ, કુલદીપ યાદવ અને વિકેટકીપર ઋષભપંતને એ-ગ્રેડમાં સ્થાન મળ્યું છે.