બોક્સર લવલીના બોરગોહેનાએ શુક્રવારે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નિયેન ચિન ચેનને હરાવીને સેમિફાઈનમાં એન્ટ્રી કરી છે. . REUTERS/Ueslei Marcelino

મીરાબાઈ ચાનુ પછી ભારત માટે વધુ એક મેડલ નિશ્ચિત બન્યો છે. બીજી તરફ શટલર પી વી સિંધુ સેમીફાઈનલમાં પહોંચી છે. એટલે કે, હવે સિંધુ મેડલથી માત્ર એક મેચ દૂર છે.

બોક્સર લવલીના બોરગોહેનાએ શુક્રવારે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નિયેન ચિન ચેનને હરાવીને સેમિફાઈનમાં એન્ટ્રી કરી છે. આ સાથે જ ભારતને વધુ એક મેડલ મળવાનું નિશ્ચિત થઈ ગયું છે. આસામની 23 વર્ષની બોક્સરે નિયેન સામે 4-1થી મેચ જીતી હતી. હવે તેનો સામનો વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બુસાનેજ સુરમેનેલી સામે થશે.

જો લવલીના વર્લ્ડ ચેમ્પિયન બુસાનેઝને હરાવવામાં સફળ થઈ તો ભારતનો વધુ એક સિલ્વર મેડલ પાક્કો થઈ શકે છે. કારણ કે જો લવલીનાએ બુસાનેઝને ક્વાર્ટર ફાઈનલમાં હરાવી તો તેને એન્ટ્રી ફાઈનલમાં થશે અને અહીં ભારત પાસે ગોલ્ડ જીતવાની પણ આશા વધી શકે છે.
આસામના ગોલાઘાટ જિલ્લાની લવલીનાએ કિક બોક્સર તરીકે શરુઆત કરી હતી પરંતુ ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટીના પદમ બોરોએ તેની પ્રતિભા ઓળખી લીધી હતી અને આ પછી લવલીનાએ બોક્સિંગ કમાલની શરુઆત કરી. લવલીનાએ વર્ષ 2018માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ડ મેડલ જીત્યો હતો.