મોબાઇલ ફોન આવ્યા પછી વિશ્વભરના લોકોમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળ્યા છે. સામાન્ય મોબાઇલ ફોન સ્માર્ટ ફોનમાં તબદિલ થયા પછી લોકોનું તેના પ્રત્યેનું વળગણ ખૂબ જ વધી ગયું છે. નિષ્ણાતોએ તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની સલાહ આપી છે, પરંતુ સ્થિતિ વધુ કથળતી જાય છે. ભારતના લોકો સ્માર્ટફોન પર ઘણો વધુ સમય વિતાવી રહ્યા છે તેવું સર્વે રીપોર્ટમાં જણાયું છે. ભારતના મોબાઈલ ફોન ઉપયોગ કર્તા ગેમિંગ એપ્સ સૌથી વધુ
લોકપ્રિય છે.
મોબાઇલ એપ એનાલિસ્ટ કંપની એપ એનીના રિપોર્ટ મુજબ 5.5 કલાક સાથે ઈન્ડોનેશિયા પ્રથમ નંબરે, 5.4 કલાક સાથે બ્રાઝિલ બીજા નંબરે, 5 કલાક સાથે સાઉથ કોરિયા ત્રીજા સ્થાને અને 4. 8 કલાક સાથે ભારત તેમજ મેક્સિકો ચોથા ક્રમે છે. સરેરાશ ભારતીય યૂઝર્સ દરરોજના 24 કલાકમાંથી 4.8 કલાક મોબાઈલ પર વિતાવે છે. ગત વર્ષના પ્રથમ કવાર્ટરમાં આ સમય ચાર કલાકનો હતો, જેમાં મોટાભાગના વપરાશકર્તાઓ ગેમનો ઉપયોગ વધુ કરે છે. આ સિવાય ફ્નિટેક અને ક્રિપ્ટો એપ્સ પણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. એપ એનીએ 2021ના ત્રીજા કવાર્ટરનો રીપોર્ટ જાહેર કર્યો છે. કુલ એપ્સના ડાઉનલોડમાં પણ 28 ટકાનો વધારો થયો છે, ત્યારબાદ કુલ ડાઉનલોડ થયેલી એપ્સની સંખ્યા 24 બિલિયન ૨૪ અબજ સુધી પહોંચી છે. રીપોર્ટ મુજબ મોબાઈલ ગેમિંગના મામલે ભારત વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દર પાંચમી મોબાઈલ ગેમ એપ ડાઉનલોડ થાય છે. કાલ્પનિક મોબાઇલ ગેમ એપ્લિકેશન્સની લોકપ્રિયતા હોવા છતાં લુડો કિંગ 2021ના બીજા ક્વાર્ટરમાં ડાઉનલોડની દૃષ્ટિએ યાદીમાં મોખરે છે. ડોમેસ્ટિક ગેમિંગ એપ્સને માત્ર 7.6 ટકા ડાઉનલોડ્સ મળ્યા છે.