દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 78,000ને પાર પહોંચી ગઈ છે. આવામાં કોરોનાની સારવાર આયુર્વેદિક દવાઓ દ્વારા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. કોરોના વાયરસ સંક્રમણની સારવાર માટે ભારત ચાર આયુર્વેદિક દવાઓ પર કામ કરી રહ્યું છે અને વહેલી તકે પરીક્ષણ શરૂ કરવામાં આવશે. આયુષ મંત્રી શ્રીપદ નાઈકે આ જાણકાર આપી છે.

શ્રીપદ નાઈકે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, કોરોના વાયરસની વિરુદ્ધ ચાર આયુર્વેદિક દવાઓને પ્રમાણિત કરવા પર આયુષ મંત્રાવય અને સીએસઆઈઆર સાથે મળીને કામ કરી રહ્યા છે. એક અઠવાડિયાની અંદર પરીક્ષણ શરૂ કરાશે. આ દવાઓને એડ-ઓન થેરેપી રીતે બનાવવામાં આવશે.

અગાઉ આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય મંત્રાલય, આયુષ મંત્રાલય અને સીએસઆઈઆર સાથે મળીને ત્રણ પ્રકારની સ્ટડી કરી છે. ચાર દવાઓ પર દેશભરમાં ટ્રાયલ શરૂ કરી રહ્યા છે. મોટા પાયે સેમ્પલ સાઈઝ પર અમે સ્ટડી કરી રહ્યા છે અને જે ક્વોરન્ટાઈનમાં છે અથવા હાઈ રિસ્ક પોપુલેશન છે. વડાપ્રધાનજીએ ઈમ્યુનિટીને લઈને જે સલાહ આયુષ મંત્રાલયની દવાઓ અંગે આપી છે તેનું અસેસમેન્ટ 50 લાખ લોકો પર કરી રહ્યા છે. ચારેય દવાઓ આયુર્વેદિક છે.