પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે સશસ્ત્ર દળોની એકંદર લડાયક ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે રૂ.84,560 કરોડના લશ્કરી હાર્ડવેરની ખરીદીને મંજૂરી આપી હતી. આ દરખાસ્તને મંજૂરીની સાથે હવે ન્યૂ જનરેશન એન્ટી ટેન્ક માઈન્સ, એર ડિફેન્સ ટેક્ટિકલ કંટ્રોલ રડાર, હેવી વેઈટ ટોર્પિડો, મધ્યમ રેન્જ મેરીટાઇમ રિકોનિસન્સ અને મલ્ટિ-મિશન મેરીટાઇમ એરક્રાફ્ટ, ફ્લાઈટ રિફ્યુલર એરક્રાફ્ટ અને સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયો સહિતના શસ્ત્રો ખરીદવામાં આવશે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)એ દરખાસ્તોને મંજૂરી આપી હતી. DACએ ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડની દેખરેખ અને અવરોધ ક્ષમતાઓને મજબૂત કરવા માટે મધ્યમ શ્રેણીના દરિયાઈ રિકોનિસન્સ અને મલ્ટિ-મિશન મેરીટાઇમ એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી હતી. એર ડિફેન્સ ટેક્ટિકલ કંટ્રોલ રડાર ખરીદવાની દરખાસ્તને પણ હવાઈ સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે મંજૂર કરાઈ હતી. આ રડાર ધીમા, નાના અને ઓછી ઊંચાઈ ઉડી રહેલા ટાર્ગેટને શોધી શકશે.

સમિતિએ કેનિસ્ટર લોન્ચ્ડ એન્ટી આર્મર લોઇટર મ્યુનિશન સિસ્ટમની ખરીદીને પણ મંજૂરી આપી છે. તેનાથી નૌકાદળની ટેક્ટિકલ બેટલ ક્ષેત્રમાં સંચાકીય કાર્યક્ષમતામાં વધારો થશે અને પ્રભુત્વ મેળવી શકશે. ઇન્ડિયન એર ફોર્સ માટે ફ્લાઇટ રિફ્યુઅલર વિમાનોની ખરીદીને પણ મંજુરી મળી છે. તેનાથી એર ફોર્સની ક્ષમતામાં અને પહોંચમાં વધારો થશે.

LEAVE A REPLY

two + 2 =