Getty Images)

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ઘરે દિકરો અવતર્યો છે. તેની પત્ની નતાશાએ ગુરુવારે બપોરે પુત્રને જન્મ આપ્યો છે. પંડ્યાએ ગુરુવારે સોશિયલ મીડિયા પર પુત્રના હાથની એક તસવીર શેર કરી હતી. તસવીરમાં પંડ્યાએ પુત્રનો હાથ પકડ્યો હતો.

1 જાન્યુઆરી ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ બોલીવૂડની અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચની સાથે સગાઇ કરી હતી. અને તે પછી પંડ્યાએ ફેન્સને નતાશાની પ્રેગનેન્સીની ખુશખબરી આપી હતી. જે પછી હવે ટીમ ઇન્ડિયાના આ ઓલરાઉન્ડર અને આપણા ગુજરાતા વડોદરા નિવાસી તેવા હાર્દિક પંડ્યાના ઘરે પુત્રના વધામણાં થયા છે.

હાર્દિકે 31 મેના રોજ નતાશા સાથે લગ્ન કર્યા હતા. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નતાશા પ્રેગનન્ટ હોવાની જાણકારી પણ આપી હતી.મૂળ સર્બિયાની નતાશા ફિલ્મો ઉપરાંત રિયાલિટી શો નચબલિયે-9માં પણ જોવા મળી હતી. તે બિગ બોસ -8માં ભાગ લઈ ચૂકી છે.