Suspicious death of second Gujarati student in Toronto in a month
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મલ્ટી મિલિયન પાઉન્ડના નાઇન ગ્રુપના સામ્રાજ્યના વારસ અને મલ્ટી મિલિયોનર પ્રોપર્ટી ટાઇકૂન 33 વર્ષના વિવેડ ચઢ્ઢા અન્નાબેલ નાઇટ ક્લબની ઝાકમઝોળ પાર્ટીના ગણતરીના કલાકો પછી અચાનક મૃત્યુ પામ્યા હતા. બે માસ અગાઉ લંડનના પાર્કલેન્ડ વિસ્તારના ફાઇવ સ્ટાર જે ડબલ્યુ મેરિયોટ ગ્રોવેનર હાઉસ હોટલમાં ભવ્યાતિભવ્ય શીખ પરંપરા અનુસાર 29 વર્ષની મોડેલ સ્તુતિ સાથે લગ્ન કર્યા પછી ગયા સપ્તાહે જ રવિવારે (24 ઓક્ટોબર) વિવેક ચડ્ડાનું મોત નાની વયે, કોઇ રોગ કે તબિયતની તકલફી વિષયક લક્ષણો નહીં હોવાથી મૃતદેહના પોસ્ટમોર્ટમ થકી મોતનું કારણ જાણવા પ્રયાસની શક્યતા આધારભૂત વર્તુળોએ દર્શાવી હતી. એક મિત્રે જોકે હાર્ટ એટેકની શક્યતા વ્યક્ત કરી હતી.

વિવેક ચડ્ડાની માલિકીના નાઇન ગ્રુપમાં ફોર સ્ટાર લંડન 02 એરેના હોટેલ, ચાર હોલીડે ઇન ફ્રેન્ચાઇઝી, એક પબ તથા તાજેતરના સોદા હેઠળ પીઝા હટ રેસ્ટોરન્ટ ચેઇનનો સમાવેશ થાય છે. નાઇન ગ્રુપની 18 હોટેલોમાં 800 જેટલા કર્મચારીઓ કામ કરે છે.

વિવેક ચઢ્ઢાની યુવાન વિધવા સ્તુતિ, વિવેકના માતાપિતા ગુરશરન અને જસ્બિરને દિલાસો પાઠવવા અનેક અગ્રણીઓ તથા સગાસંબંધીઓ ઉમટ્યા હતા. સ્તુતિ ચઢ્ઢાએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, તેની ઉપર આભ તૂટી પડવા જેવી હાલત છે. તેને લાગેલા આઘાતની કળ વળી ના શકે તેવી છે અને તેની પાસે મનોભાવ વ્યક્ત કરવા શબ્દો પણ ખૂટી પડ્યા છે.

2015માં પાર્લામેન્ટ સ્કવેર ખાતે મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ માટે એક લાખ પાઉન્ડનું દાન આપનાર વિવેક ચઢ્ઢા કન્ઝર્વેટીવ પાર્ટીના સમારોહના નિયમિત મુલાકાતી તથા ભૂતપૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરન અને થેરેસા મે સાથે નિકટના સંબંધો ધરાવતી જાણીતી પ્રતિભા હતા.

2010માં સિવિલ એન્જિનિયર થયા બાદ 2012માં સૌથી મોટા ખાનગી હોટેલ કંપનીઓ પૈકીની એક નાઇન ગ્રુપની સ્થાપના કરનાર વિવેક ચઢ્ઢાને 2017માં રાઇઝિંગ સ્ટાર એવોર્ડ અપાયો હતો.