(ANI Photo )
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં જમીન સોદાને કારણે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ગયા વર્ષે ‘ધ આર્ચીઝ’ ફિલ્મથી અભિનયની શરૂઆત કરનારી આ યુવા અભિનેત્રીએ થાલ ગામમાં જમીન ખરીદી હોવાનું કહેવાય છે, જે મૂળ સરકાર દ્વારા ખેડૂતોને ફાળવવામાં આવી હતી.
સુહાનાએ ખેડૂત પરિવારની જમીન રૂ,12.91 કરોડમાં ખરીદી હોવાના અહેવાલ છે. સુહાનાએ આ સોદા પેટે રૂ.77.46 લાખની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરી હતી. 30 મે, 2023ના રોજ થયેલા આ સોદામાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક મારફતે ચૂકવણું કરવામાં આવ્યું હતું.જમીન ખરીદીના આ સોદામાં સુહાનાને ખેડૂત તરીકે દર્શાવાઈ હોવાનું કહેવાય છે.
આ જમીન વિવાદમાં પોલીસ તપાસ શરૂ કરાઈ છે. સુહાનાએ મુંબઈ નજીક અલીબાગના થાલ ગામમાં જમીન ખરીદી હતી. હકીકતમાં આ જમીન સરકારી માલિકીની હતી અને સરકારે ખોટે પરિવારને ખેડવા માટે આ જમીન આપી હતી. ખોટે પરિવારની વારસદાર એવી ત્રણ બહેનો પાસેથી સુહાનાએ જમીન ખરીદી હતી. આ સમગ્ર સોદામાં વ્યાપક ગેરરીતિઓ થઈ હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે અને મુંબઈના રેસિડેન્ટ ડેપ્યુટી પોલીસ કમિશનરે અલીબાગના તહેસીલદાર પાસે રિપોર્ટ માગ્યો હતો. સરકારે ખેડૂતોને આપેલી જમીન ખરીદતા પહેલા નિયમાનુસાર મંજૂરી પ્રક્રિયા હાથ ધરવાની હોય

LEAVE A REPLY