ભારતીય ક્રિકેટ ટીમે ત્રણેય પ્રકારની રમતમાં મોખરાનું સ્થાન મેળવીને અનોખી સિદ્ધિ મેળવી છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં પાંચ વિકેટથી જીત મેળવીને ભારતીય ટીમે દબદબો જાળવ્યો હતો. ભારતીય ટીમ હવે વૈશ્વિક કક્ષાએ ટેસ્ટ, વન-ડે અને ટી-20માં પ્રથમ સ્થાને છે. વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં આવી સિદ્ધિ મેળવનાર ભારતીય ટીમ માત્ર બીજી ટીમ છે. આ અગાઉ સાઉથ આફ્રિકાએ જ આવી સફળતા મેળવી હતી. તાજેતરમાં, ભારતે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હોવાથી ટીમ ઈન્ડિયા ICC રેન્કિંગમાં પ્રથમ ક્રમે પહોંચી હતી.

મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની જીત સાથે ભારતીય ટીમના ICC ODI રેન્કિંગમાં 116 પોઈન્ટ થઈ ગયા છે, જ્યારે પાકિસ્તાનના 115 પોઈન્ટ છે. વન-ડેમાં નંબર વન રેન્કિંગ સિવાય ભારતીય ટીમ ટેસ્ટમાં 118 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમક્રમે છે, જ્યારે ટી20 ફોર્મેટમાં ભારતના 264 રેટિંગ પોઈન્ટ છે.

LEAVE A REPLY

6 − 6 =