Spouses of H-1B visa holders may work in the US

ભારતીયોએ ગત નાણાંકીય વર્ષ 2021-22માં રીઝર્વ બેન્કની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ 19.61 બિલિયન ડોલર વિદેશમાં મોકલ્યા છે. આ સ્કીમ હેઠળ કોઇ એક વર્ષમાં મોકલેલી આ સૌથી વધુ રકમ છે. કોરોના મહામારીની પ્રથમ લહેરવાળા વર્ષમાં અસંખ્ય વિક્ષેપો પછી દેશની બહાર રેમિટન્સ મોકલવામાં 54.6 ટકાની વૃદ્ધિ થઇ છે. ભારતીયો ફોરેન એજ્યુકેશન અને વિદેશ પ્રવાસ પાછળ વધારે નાણાં ખર્ચી રહ્યા છે.
રીઝર્વ બેન્કના અનુસાર આ સ્કીમ અંતર્ગત ભારતીયોએ નાણાંકીય વર્ષ 2021માં 12.68 બિલિયન ડોલર, વર્ષ 2020માં 18.76 બિલિયન ડોલર અને વર્ષ 2019માં 13.78 બિલિયન ડોલર વિદેશમાં મોકલ્યા હતા.
કોરોના મહામારીનો કહેર ઘટવાની સાથે પ્રતિબંધો-નિયંત્રણોમાં છુટછાટો મળતા પ્રવાસ ભારતીયો દ્વારા ગત નાણાંકીય વર્ષમાં વિદેશ પ્રવાસ પાછળ 6.91 બિલિયન ડોલર ખર્ચવામાં આવ્યા છે, જે તેની અગાઉના વર્ષની તુલનાએ બમણો ખર્ચ છે. જ્યારે વિદેશ પ્રવાસ પાછળ 6.95 બિલિયન ડોલર ખર્ચ્યા હતા જે દર્શાવે છે કે ફોરેન ટ્રાવલ પાછળનો ખર્ચ કોરોના પૂર્વેના સ્તરે પહોંચી ગયો છે.
રીઝર્વ બેન્કે આ સ્કીમ વર્ષ 2004માં શરૂ કરી હતી, જે હેઠળ સગીર સહિત તમામ રહેવાસી નાગરિકો કોઇ એક વર્ષમાં વધુમાં વધુ અઢી લાખ ડોલર સુધીની રકમ વિદેશમાં મોકલી શકે છે. આ યોજના જ્યારે 4 ફેબ્રુઆરી 2004માં શરૂ થઇ હતી ત્યારે તેની મર્યાદા 25 હજાર ડોલર હતી.
વિદેશી પ્રવાસની સાથે સાથે ફોરેન એજ્યુકેશન માટે પણ વિદેશમાં 5.17 બિલિયન ડોલર મોકલ્યા છે જે તેની અગાઉના વર્ષની તુલનાએ ૩૫ ટકા વધારે છે, તે વર્ષે 3.83 બિલિયન ડોલર મોકલ્યા હતા. ભારતીયોએ ફોરેન એજ્યુકેશન માટે નાણાંકીય વર્ષ 2020માં પાંચ બિલિયન ડોલર ખર્ચ્યા હતા. ઉપરાંત ભેટ-સોગાદો આપવા પાછળ ભારતીયોનો ખર્ચ 47.28 ટકા વધીને 2.34 બિલિયન ડોલરે પહોંચ્યો છે.