સિસ્કોના નવા એન્યૂઅલ ઇન્ટરનેટ રિપોર્ટ મુજબ, ભારતમાં વર્ષ 2023 સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 907 મિલિયનને આંબી જશે. સિસ્કો ઇન્ડિયા અને સાર્કનાં મેનેજિંગ ડાયરેક્ટર, સર્વિસ પ્રોવાઇડર્સ સેલ્સ આનંદ ભાસ્કરે કહ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ સાક્ષરતા, મોબાઇલની પહોંચ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં વધારો થઈ રહ્યો છે એટલે આખા દેશમાં ઇન્ટરનેટ વપરાશ અને ઉપભોગની પેટર્ન્સમાં મોટું પરિવર્તન થશે. કનેક્ટિવિટી અને ઉપભોગની બદલાતી પેટરન્સમાં આ વધારો સર્વિસ પ્રોવાઇડર્સની તેમના ગ્રાહકોને અસરકારક રીતે સેવા પૂરી પાડવાની ક્ષમતામાં પડકાર ઊભો કરશે. ક્લાઉડ અને અદ્યતન કમ્પ્યુટિંગનો ઉપયોગ કરતું ફ્લેટર અને વધારે સુરક્ષિત નેટવર્ક, તેમજ સતત વધતા નેટવર્કનું મેનેજમેન્ટ કરવા ઓટોમેશન ડિજિટલ દુનિયા સાથે તાલમેળ જાળવવા તેમના માટે આવશ્યક છે.
સર્વિસ પ્રોવાઇડર્સ અને ઉદ્યોગસાહસિકો સોફ્ટવેર-પરિભાષિત અને અદ્યતન કમ્પ્યુટિંગ તરફની તેમની સફર જાળવી રાખશે, જે તેમના બિટદીઠ સંપૂર્ણ ખર્ચમાં ઘટાડો કરશે અને ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે.