મેઇલ-એક્સપ્રેસ સહિતની 151 ટ્રેનના ખાનગીકરણના ઇન્ડિયન રેલવેના પ્રયાસને નબળો પ્રતિસાદ મળ્યો છે. ખાનગી ખેલાડીઓના નબળા પ્રતિસાદને કારણે રેલવે તેના આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્સના કોન્ટ્રાક્ટ ડોક્યુમેન્ટમાં ફેરફાર કરી રહી છે.

રેલવેએ ગયા વર્ષે દાવો કર્યો હતો કે 12 હબમાંથી 151 ખાનગી ટ્રેન ચલાવવાની દરખાસ્તને મજબૂત પ્રતિસાદ મળ્યો છે. જોકે આ માટે માત્ર બે કંપનીઓએ બિડ કરી છે. આઇઆરસીટીસી અને મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાએ મુંબઈ દિલ્હી સેક્ટર્સમાં ટ્રેન ચલાવવા માટે બિડ્સ મૂકી હતી. જો આઇઆરસીટીસીએ બિડ ન કરી હોત તો ટેન્ડરિંગ પ્રોસેસ રદ કરવી પડી હોત. હવે રેલવે વધુ ખાનગી ખેલાડીઓને આકર્ષવા માટે બિઝનેસ મોડલમાં ફેરફાર કરશે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે એવી જોગવાઈ શોધવાની સૂચના આપી છે કે જેનાથી ખાનગી કંપનીઓએ બિડ કરી નથી.
ઇન્ડિયન રેલવેએ 109 હાઇ ડિમાન્ડ઼ રૂટ અલગ તારવ્યા હતા અને અહીં 151 પ્રાઇવેટ ટ્રેન ચાલુ કરવાની યોજના છે. ખાનગી કંપનીઓને 35 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.