એક નવા અભ્યાસમાં જણાવ્યા મુજબ, જ્યાં સુધી કોંગ્રેસ રોજગાર આધારિત ગ્રીનકાર્ડની કાર્યવાહી નહી કરે ત્યાં સુધી બહુ ઓછા ભારતીય ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અમેરિકા આવે તેવી સંભાવના છે, જેના માટે દેશ દીઠ મર્યાદા અને ઓછા વાર્ષિક ક્વોટાને જવાબદાર માનવામાં આવે છે.
નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP)ના શિક્ષણના આંકડાના વિશ્લેષણને ટાંકીને ફોર્બ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કંપનીઓ માટે અપૂરતી 85,000 વાર્ષિક એચ-1 બી મર્યાદાને કારણે 70 ટકા એચ-1 બી રજિસ્ટ્રેશનનો અસ્વીકાર કરવામાં આવ્યો છે.
અમેરિકન ટેકનોલોજી કંપનીઓ વિશેષતા ધરાવતા વ્યવસાયોમાં ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી નાગરિકો માટે H-1B વિઝા દ્વારા દર વર્ષે ભારત અને ચીનથી સૌથી વધુ સંખ્યામાં કર્મચારીની ભરતી કરે છે.
NFAPના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાએ વિદેશી પ્રતિભાઓને આકર્ષવા અને તેના જાળવી રાખવા માટે કોંગ્રેસ અને એક્ઝિક્યુટિવ બ્રાંચને નીતિઓમાં ફેરફાર કરવાની ચોક્કસ જરૂર પડશે.
રોગચાળા પહેલા પણ, યુએસ યુનિવર્સિટીઓએ નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીમાં ઘટાડો અનુભવ્યો હતો. કોવિડ -19 ના કારણે નવા નોંધણીમાં ઘટાડો થયો છે, એમ નોંધ્યું છે.
આ ઉપરાંત અભ્યાસમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, મહામારી અગાઉ પણ અમેરિકન યુનિવર્સિટીઝે તેમના નવા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાનો અનુભવ કર્યો છે, અને કોવિડ-19ના કારણે પણ નવા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી નોંધાઇ છે.
વર્ષ 2015 અને 2019 વચ્ચે અમેરિકન યુનિવર્સિટીઝમાં ગ્રેજ્યુએટ સ્તરના ઇલેકટ્રિકલ એન્જિનીઅરીંગમાં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓની સંખ્યામાં 19.5 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જ્યારે વર્ષ 2016થી 2019 દરમિયાન અમેરિકન યુનિવર્સિટીઝમાં કમ્પ્યુટર અને ઇન્ફર્મેશન સાયન્સીઝમાં પણ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓની સંખ્યા 9.5 ટકા ઘટી હતી.
અમેરિકાની યુનિવર્સિટીઝીમાં મુખ્ય ટેકનિકલ ક્ષેત્રોમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યામાં 50 થી 82 ટકા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ છે.
આ અભ્યાસમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે, મોટાભાગના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ભારત અને ચીનના છે, જેમને અમેરિકાની નીતિઓ અભ્યાસ માટે અટકાવે છે અથવા નિરાશ કરે છે.
નેશનલ લો રિવ્યુએ NFAP અભ્યાસને ટાંકીને નોંધ્યું છે કે,આ ઘટાડો અમેરિકન યુનિવર્સિટીઝ માટે નોંધપાત્ર છે, કારણ કે 75 ટકા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ બીજા દેશોમાં આવે છે, જેમાંથી બે તૃતીયાંશ ભારતના છે.
એક તરફ અમેરિકા પ્રત્યે ભારતીય વિદ્યાર્થીઓનું આકર્ષણ ઘટી રહ્યું છે તો બીજી તરફ, કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2016માં 76,075થી વધીને 2018માં 1,72,625 થઈ છે.
કેનેડા બ્યૂરો ફોર ઇન્ટરનેશનલ એજ્યુકેશન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 127 ટકાનો વધારો નોંધાયો છે, તેવું અભ્યાસની સમીક્ષામાં નોંધવામાં આવ્યું છે.
દરેક દેશ માટે પ્રત્યેક નાણાકીય વર્ષમાં ઇસ્યુ કરાયેલા રોજગાર આધારિત ગ્રીનકાર્ડ કુલ 7 ટકા સુધી મર્યાદિત હોવાથી, ભારતીયો તેમના ગ્રીન કાર્ડની મંજૂરી માટે વર્ષો સુધી અને ક્યારેક દસકાઓ સુધી રાહ જોવ છે.
અંતે નિરાશ થયેલા ભારતીયો વધુ કાયમી ભવિષ્ય માટે અમેરિકામાંથી કેનેડા જવાનું પસંદ કરે છે,
NFAPના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સ્ટુઅર્ટ એન્ડરસનના જણાવ્યા મુજબ, કોંગ્રેસની કાર્યવાહી વગર, ભારતીયો માટે રોજગાર આધારિત ત્રણેય પીઆર કેટેગરીઝનો કુલ બેકલોગ અંદાજિત 915,497 વ્યક્તિઓથી વધીને 2,195,795 થવાની સંભાવના છે.
તેમણે હાઉસ જ્યુડિશિયરી કમિટી-સબકમિટી ઓન ઇમિગ્રેશન એન્ડ સિટિઝનશિપ સમક્ષ જણાવ્યું હતું કે, આપણે તે સંખ્યાને એક દસકામાં ઘટાડવી જોઈએ: કારણકે, 20 લાખથી વધુ લોકો વર્ષો સુધીથી અથવા તો દસકાઓ સુધી રોજગાર આધારિત ગ્રીનકાર્ડની રાહ જોશે.’
સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું કે, ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ સહિત ઉચ્ચ પ્રતિભાશાળી વિદેશી નાગરિકો અમેરિકાને બદલે કેનેડા જવાનું પસંદ કરી રહ્યા છે.
કેનેડામાં વિદેશી નાગરિકો માટે કામચલાઉ વર્ક વિઝા મેળવવા અને પછી ત્યાં પીઆર મેળવવાની સરળતાને કારણે ઘણા વિદેશી નાગરિકોને કેનેડા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
એન્ડરસને વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 1990 પછી વિશ્વ બદલાઈ ગયું છે, પરંતુ અમેરિકન ઈમિગ્રેશન નીતિમાં કોઇ ફેરફાર થયો નથી.