ઓસ્ટ્રેલિયા
(PTI Photo/Shahbaz Khan)

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા તથા નવા કેપ્ટન શુભમન ગિલ સહિતની ભારતીય ક્રિકેટ ટીમ 19 ઓક્ટોબરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની શ્રેણી માટે ગુરુવારે વહેલી સવારે પર્થ પહોંચી હતી.
કોહલી, રોહિત અને ગિલ ઉપરાંત, ફ્લાઇટ મોડી પડવાથી અહીં ઉતરનારા અન્ય ખેલાડીઓમાં કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડી અને સપોર્ટ સ્ટાફના કેટલાક સભ્યોનો સમાવેશ થાય છે.

વન ડે શ્રેણી રવિવારથી પર્થમાં શરૂ થશે અને પછી એડિલેડ (૨૩ ઓક્ટોબર) અને સિડની (૨૫ ઓક્ટોબર) જશે. આ પછી ૨૯ ઓક્ટોબરથી પાંચ મેચની ટી૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી શરૂ થશે.

માર્ચમાં ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી જીત પછી રોહિત અને કોહલીનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હોવાથી આ વન-ડે મેચોએ ભારે ચર્ચા જગાવી છે. ગિલને વન-ડે કેપ્ટન બનાવ્યા પછી, આ બંને દિગ્ગજોના ભવિષ્ય અંગે ભારે અટકળો ચાલી રહી છે.બંનેએ ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ માનવામાં આવે છે કે તેઓ ઓછામાં ઓછા 2027 ના વનડે વર્લ્ડ કપ સુધી સુધી રમવા માગે છે.

ODI ટીમની કમાન સંભાળ્યા પછી મીડિયા સાથેની વાતચીતમાં કેપ્ટન ગિલે જણાવ્યું હતું કે આ બંને પાસે જે અનુભવ છે તે બહુ ઓછા ખેલાડીઓમાં છે. આ બંને ખેલાડીઓ ભારત માટે ઘણી મેચો જીતી છે. આ અનુભવ સાથે આવી કુશળતા અને ગુણો ધરાવતા ખેલાડીઓ બહુ ઓછા છે,” ગિલે કહ્યું.

LEAVE A REPLY