પ્રતિકાત્મક તસવીર (istockphoto)

દિલ્હી હાઇકોર્ટમાં NRIsના કલ્યાણ માટે રાષ્ટ્રીય સ્તરનું કમિશન બનાવવાની માગણી કરતી એક જાહેર હિતની અરજી (પીઆઇએલ) થઈ છે. કોર્ટમાં માગણી કરવામાં આવી છે તે આવું કમિશન બનાવવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપે.
2007થી ઓમાનમાં રહેતા બિન નિવાસી ભારતીય (NRI) અનિસુર રહેમાને આ અરજી કરી છે અને માઇગ્રન્ટ લેબર કમિશન જેવું કમિશન NRI માટે બનાવવાની માગણી કરી છે.

એડવોકેટ જોસ અબ્રાહમ મારફત દાખલ કરવામાં આવેલી પિટિશનમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય સ્તરના કમિશનથી NRI સંબંધિત તમામ વેલફેર સ્કીમને એક પ્લેટફોર્મમાં લાવવામાં મદદ મળશે. કેન્દ્ર સ્તરે NRI કમિશનથી વિદેશમાં રહેતા ભારતીયોના હિતનું અસરકારક રીતે રક્ષણ કરી શકાશે. પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોન્સ્યુલેટમાં મૌખિક- લેખિત રજૂઆતની હાલની સિસ્ટમથી ફરિયાદોનું ઝડપથી નિવારણ થતું નથી. ન્યાયિક સત્તા સાથે મજબૂત નેશનલ NRI કમિશનથી NRIના હિત માટે જરૂરી છે.

પિટિશનમાં વધુમાં જણાવાયું છે કે ટ્રિબ્યુનલ સાથે એક કમિશનથી વિદેશમાં રહેતા લોકોની ફરિયાદોનું ઝડપથી નિવારણ થશે. હાલમાં સંખ્યાબંધ લોકો નોકરી ગુમાવી રહ્યાં છે અને ભેદભાવનો શિકાર બની રહ્યાં છે ત્યારે આવા કમિશનનની ખાસ જરૂર છે. અત્યાર સુધી માત્ર ત્રણ રાજ્યોએ NRI કમિશનની સ્થપના કરી છે. જેમાં પંજાબ, કેરળ અને ગોવાનો સમાવેશ થાય છે.