(Photo by Lauren DeCicca/Getty Images)

ભારતીયો 10 નવેમ્બરથી 10 મે, 2024 સુધી વિઝા વિના થાઈલેન્ડ જઈ શકે છે. થાઇલેન્ડે ટુરિઝમને વેગ આપવા માટે આ નિર્ણય કર્યો છે. ભારત થાઇલેન્ડના ટુરિસ્ટ માટેનો મુખ્ય સ્રોત છે.

નવી દિલ્હીમાં થાઈલેન્ડની ટુરિઝમ ઓથોરિટીના ડિરેક્ટર જણાવ્યું હતું કે ભારતીયો 10 નવેમ્બર, 2023 થી 10 મે, 2024 ના સમયગાળા દરમિયાન વિઝા વિના થાઈલેન્ડ જઈ શકે છે. એક પ્રવેશ પર, વ્યક્તિ 30 દિવસ સુધી રહી શકે છે.

થાઈલેન્ડ માટે ભારત ચોથા નંબરનું સૌથી મોટું ટુરિઝમ માર્કેટ છે. પ્રથમ ત્રણ દેશોમાં મલેશિયા, ચીન અને સાઉથ કોરિયાનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે વેકેશનમાં વધુ પ્રમાણમાં ટુરિસ્ટને આકર્ષવા માટે થાઈલેન્ડે હાલ માટે વિઝા પ્રક્રિયામાં છૂટ આપી છે. જેમાં ભારત સાથે તાઇવાનના નાગરિકો માટે પણ થાઈલેન્ડની ટ્રીપ વિઝા ફ્રી રહેશે. આ વર્ષે થાઈલેન્ડનું લક્ષ્ય 28 મિલિયન ટુરિસ્ટનું છે.

LEAVE A REPLY

10 + 13 =