(ANI Photo)

ભારત 15 ઓગસ્ટ 2027માં પ્રથમ બુલેટ ટ્રેન કાર્યરત બનશે. કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જાહેરાત કરી હતી કે ભારતને 15 ઓગસ્ટ 2027ના રોજ તેની પહેલી બુલેટ ટ્રેન મળવાની શક્યતા છે. સૌ પ્રથમ સુરતથી બીલીમોરા સુધીના ટ્રેક પર બુલેટ ટ્રેન દોડશે. આ પછી વાપીથી સુરત, વાપીથી અમદાવાદ અને તે પછી મુંબઈ સુધી ટ્રેનનનો પ્રારંભ થશે.

મુંબઈથી અમદાવાદની બુલેટ ટ્રેન ચાલુ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ હેઠળ 508 કિમીમાં હાઇ સ્પીડ રેલ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેનું કામ પૂરજોશમાં ચાલે છે. વાયડક્ટ્સ, પુલ, ટનલ અને સ્ટેશનો પર નોંધપાત્ર કામ પૂર્ણ થયું છે.

બુલેટ ટ્રેન શરુ થતાં માત્ર 2 કલાક અને 7 મિનિટમાં અમદાવાદથી મુંબઈ જઈ શકાશે. બુલેટ ટ્રેનની મુખ્ય લાઇનની ગતિ ક્ષમતા 320 કિ.મી. પ્રતિ કલાક અને લૂપ લાઇનની 80 કિ.મી. પ્રતિ કલાકની રહેશે.

મુંબઈથી અમદાવાદ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કુલ 508 કિમી લાંબો છે, જેમાં ગુજરાતમાં 352 કિમી અને મહારાષ્ટ્રમાં 156 કિમીના બુલેટ ટ્રેન કોરિડોરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ હેઠળ મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ-નડિયાદ, અમદાવાદ અને સાબરમતી ખાતે કુલ 12 સ્ટેશનો હશે. બુલેટ ટ્રેનથી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય હાલના 6 થી 8 કલાકથી ઘટી લગભગ 3 કલાક થાય તેવી ધારણા છે

LEAVE A REPLY