Tata Group will merge 4 airlines under Air India:
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઓપરેશન દેવી શક્તિ મિશન હેઠળ અફઘાનિસ્તાનમાં 104 લોકોનો નવી દિલ્હીમાં લાવવામાં આવ્યા હતા. આ સ્પેશ્યલ ફ્લાઇટમાં 10 ભારતીય અને 94 અફઘાન નાગરિક હતા. તેમાં ત્રણ નવજાત બાળકો સહિત નવ બાળકો પણ સામેલ હતા. આ ફ્લાઇટમાં અફઘાનિસ્તાનના ઐતિહાસિક ગુરુદ્વારામાંથી શ્રી ગુરુગ્રંથ સાહેબની ત્રણ નકલ તથા કાબુલમાં આવેલા પાંચમી સદીના પ્રાચીન અસામાઇ મંદિરમાંથી રામાયણ, મહાભારત અને ભગવત ગીતા સહિતનાહિન્દુ ધર્મગ્રંથો પણ લાવવામાં આવ્યા હતા.

શીખ સમુદાય દ્વારા આ ફ્લાઇટમાં શ્રી ગુરુગ્રંથ સાહિબ પુસ્તક  પણ લાવવામાં આવ્યું હતું. આ પવિત્ર ગ્રંથને સન્માન સાથે લઇ જવા માટે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પૂરી અને ભાજપના રાષ્ટ્રીય વડા જે પી નડ્ડા આવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ઓપરેશન દેવી શક્તિ હેઠળ ભારતે અફઘાન એરલાઇન કામ એરની સ્પેશ્યલ ફ્લાઇટનું આયોજન કર્યું હતું, જે કાબુલથી દિલ્હી આવી હતી. તેમાં અફઘાન શીખ અને હિન્દુ સમુદાયના લોકો હતો.

અમેરિકાના સૈનિકો આ વર્ષના ઓગસ્ટમાં અફઘાનિસ્તાન છોડીને ગયા હતા. આ પછી તાલિબાન આતંકવાદીઓએ અફઘાન પર કબજો કર્યો હતો. ભારતે પોતાના નાગરિકોને ભારત લાવવા માટે ઓપરેશન દેવી શક્તિ ચાલુ કર્યું હતું.

આ ફ્લાઇટમાં અફઘાનિસ્તાનના ઐતિહાસિક ગુરુદ્વારામાંથી શ્રી ગુરુગ્રંથ સાહેબની ત્રણ નકલ તથા કાબુલમાં આવેલા પાંચમી સદીના અસામાઇ મંદિરમાંથી રામાયણ, મહાભારત અને ભગવત ગીતા સહિતના હિન્દુ ધર્મગ્રંથો પણ લાવવામાં આવ્યા હતા. શ્રી ગુરુગ્રંથ સાહેબને મહાવીર નગર ખાતેના ગુરુદ્વારામાં રાખવામાં આવશે. હિન્દુ ધર્મગ્રંથોને ફરિદાબાદમાં આસામાઇ મંદિરમાં રાખવામાં આવશે.